Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીની કંપનીઓને બહાર કાઢવાના કાયદા પર ડોનાલ્ડ ટ્રમ્પએ હસ્તાક્ષર કર્યા

કાયદાથી અલિબાબા, ટેક ફર્મ પિંડુઓડો, પેટ્રોચિનાને થઈ શકે છે અસર: અગાઉ પણ અનેક અકમ્પનીઓને બ્લેકલિસ્ટ કરી હતી

નવી દિલ્હી : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, રાષ્ટ્રપતિપદના કાર્યકાળના અંતિમ દિવસોમાં પણ ચીન પ્રત્યે કડક વલણ યથાવત રાખ્યું છે. ટ્રમ્પે યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીની કંપનીઓને બહાર ફેંકવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો શાસકોને ચીની કંપનીઓને સ્ટોક એક્સચેંજમાંથી બહાર કરવાની સત્તા આપે છે.

 રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ધ હોલ્ડિંગ ફોરેન કંપની એકાઉન્ટબલ એક્ટ’ કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદામાં જણાવાયું છે કે જે કંપનીઓ સતત ત્રણ વર્ષ સુધી યુ.એસ. પબ્લિક એકાઉન્ટિંગ ઓવરસાઇટ બોર્ડના ઓડિટ નિયમોનું પાલન કરતી નથી તેઓને યુ.એસ. એક્સચેંજમાં લિસ્ટ કરવામાં આવશે નહીં. આમતો, આ કાયદો કોઈપણ દેશની કંપનીઓને લાગુ પડે છે પરંતુ તેનો અસલ હેતુ યુ.એસ. માં લિસ્ટેડ અલીબાબા, ટેક ફર્મ પિંડુઓડો અને તેલ કંપની પેટ્રોચિનાને બહાર કાઢવાનો છે.

અગાઉ ટ્રમ્પ સરકારમાં ચીનની અનેક કંપનીઓને બ્લેકલિસ્ટ કરી ચૂક્યું છે. આ કંપનીઓમાં ચીપમેકર એસ.એમ.આઇ.સી. અને ચાઇનીઝ ડ્રોન ઉત્પાદક એસ.ઝેડ ડીજેઆઈ ટેકનોલોજી કંપની લિમિટેડ જેવી જાણીતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. રિપબ્લિકન ટ્રમ્પના વેપાર અને અનેક આર્થિક મુદ્દાઓને લઈને વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે લાંબા સમયથી ચાલેલી ટ્રેડવોરમાં છબીને ચમકાવવાના નવા પ્રયાસ તરીકે આ પગલું જોવામાં આવી રહ્યું છે. યુ.એસ.ના વાણિજ્ય વિભાગે કહ્યું કે એસ.એમ.આઇ.સી. વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે બેઇજિંગ લશ્કરી હેતુઓ માટે નાગરિક તકનીકનું શોષણ કરી રહ્યું છે અને તેનાથી ઉદ્ભવેલી ચિંતાને અવગણી શકાય નહીં.

(1:05 pm IST)