Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ખેડૂત આંદોલનમાં વધુ એક આત્મહત્યા બઠિંડામાં યુવાન ખેડૂત ગુરલાભ સિંહે જીવન ટૂંકાવ્યું : સ્યુસાઇડ નોટમાં લખ્યું - જૂલ્મ વિરૂદ્ધ એક અવાજ છે

ગુરૂલાભ સિંહ નાનો ખેડૂત હતો અને તેના પર લગભગ 6 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું.

નવી દિલ્હી : ખેડૂત આંદોલનમાં વધુ એક આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. બઠિંડામાં 22 વર્ષના ખેડૂત ગુરલાભ સિંહે આત્મહત્યા કરી લીધી. તેઓ બે દિવસ પહેલા જ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ચાલી રહેલા આંદોલનથી પરત ફર્યો હતો. આનાથી પહેલા, 16 નવેમ્બરને 65 વર્ષના સંત બાબા રામ સિંહે આત્મહત્યા કરી લીધી. તેમને ગુરૂમુખીમાં લખેલી સુસાઈડનોટમાં કહ્યું હતુ કે, જૂલ્મ વિરૂદ્ધ એક અવાજ છે.

બઠિંડાના કસ્બા રામપુર ફૂલના દયાલપુરમાં રહેનાર ગુરલાભ 18 ડિસેમ્બરે જ પોતાના ઘરે પરત આવ્યો હતો. તે હરિયાણાના બહાદુરગઢ નજીક આવેલા દિલ્હીની ટીકરી બોર્ડર પર ધરણા આપી રહ્યો હતો. તેને રવિવારે ઝેરની ગોળીઓ ખાઈને જીવ આપ્યો હતો. શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે, ગુરૂલાભ સિંહ નાનો ખેડૂત હતો અને તેના પર લગભગ 6 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું.

સંત રામ સિંહે કોંડલી બોર્ડર પર આત્મહત્યા કરી લીધી હતી. લોકો તેમને પાનીપતની પોર્ક હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. બાબા રામ સિંહ કરનાલના સિંઘરા ગામના રહેવાસી હતી. તેઓ સસિંઘરાના જ ગુરૂદ્વારા સાબિત નાનકસરના ગ્રંથી હતી. તેમના અનુયાઈયોની સંખ્યા લાખોમાં બતાવવામાં આવી રહી છે.

(12:00 am IST)