Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

હવે ખેડૂત રિલે ભૂખ હડતાલ ઉપર ઉતરશે : મોદીના ‘મનની વાત’ દરમિયાન થાળી વગાડવાની અપીલ

23 ડિસેમ્બરે ખેડૂત દિવસ મનાવે. એક દિવસ માટે બપોરનું ભોજન ના લેવા અનુરોધ : 25થી 27 ડિસેમ્બર વચ્ચે હરિયાણામાં રાજમાર્ગો પર ટોલ વસૂલીને રોકશે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નવા કૃષિ કાનૂનો વિરૂદ્ધ પાછલા 25 દિવસોથી વધારે દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને કહ્યું કે, તેઓ 25થી 27 ડિસેમ્બર વચ્ચે હરિયાણામાં રાજમાર્ગો પર ટોલ વસૂલીને રોકશે.

સ્વરાજ ઈન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે કહ્યું કે, કેન્દ્રના નવા કાયદાઓ વિરૂદ્ધ બધા વિરોધ પ્રદર્શનો ઉપર ખેડૂત સોમવારથી એક દિવસીય ક્રમિક ભૂખ હડતાલ કરશે.

ભારતીય ખેડૂત સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, નવા કૃષિ કાનૂનોનો વિરોધ કરી રહેલા ખેડૂત 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ મનાવે. તેમને લોકોને એક દિવસ માટે બપોરનું ભોજન ના કરવાનો અનુરોધ કર્યો છે.

 ટિકૈતે કહ્યું, જ્યાર સુધી બિલ પરત લેવામાં આવશે નહીં, એમએસપી પર કાનૂન બનશે નહીં ત્યાર સુધી અહીંથી જઈશું નહીં. 23 તારીખે ખેડૂત દિવસના અવસરે ખેડૂત તમને કહી રહ્યાં છે કે, એક દિવસનું ભોજન ગ્રહણ ના કરો અને ખેડૂત આંદોલનને યાદ કરો.

ભારતીય ખેડૂત સંઘના નેતા જગજીત સિંહ ડાલેવાલાએ કહ્યું કે, 27 ડિસેમ્બરે વડાપ્રધાનના મનની વાત દરમિયાન અમે લોકોને અપીલ કરીએ છીએ કે, જ્યાર સુધી કાર્યક્રમ ચાલે ત્યાર સુધી પોતાના ઘરે જ થાળી વગાડો.

(12:00 am IST)