Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

પબ્જીથી ભારતીય યુવકોએ જીત્યા ૪૧ લાખ રૂપિયા

આએ દિન પબ્જીને કારણે થતા હાદસાઓને કારણે ભારતમાં અનેક રાજયોમાં એની પર પ્રતિબંધ આવી ગયો છે. એમ છતાં, એની દિવાનગી દુનિયાભરમાં વધી રહી છે. આ ગેમને લઇને પહેલી વાર કોઇ સારા સમાચાર ભારતમાં આવ્યા છે દર વર્ષે પબ્જી એક ટુર્નામેન્ટ રમાડે છે. એનું નામ છે પબ્જી મોબાઇલ કલબ ઓપન. એમાં ૪ ભારતીય યુવકની ટીમ સોલે ભાગ લીધો હતો. તેમણે છ ગેમ રમી અને એ તમામ જીતી હતી. એ માટે આ ચાર યુવકોની ટીમને ૬૦,૦૦૦ અમેરિકન ડોલર એટલે કે લગભગ ૪૧ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. હજી આ ચારની ટીમ આગળ બર્લિન જઇને એમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બર્લિનમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા થશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ જે જીતશે એ ટીમને ૧૭.૪૮ કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

(4:16 pm IST)