Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

બજેટમાં સેકશન 80Cની સીમા વધારી શકે છે સરકાર

80C હેઠળ 1 લાખ 50 હજાર રૂપિયાના રોકાણ પર ટેકસ છૂટ મળે છેઃ તેને વધારીને ૨ લાખ રૂપિયા કરવામાં આવી શકે

નવી દિલ્હી, તા.૨૦: સંસદનું બજેટ સત્ર શરૂ થઇ ચૂકયું છે. ૨૬ જુલાઇ સુધી બજેટ સત્ર ચાલશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ ૫ જુલાઇના રોજ રજૂ થશે. તેને નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે. આ વખતે બજેટ પર બધાની નજર રહેશે. લોકસભા ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં સરકારે ટેકસપેયર્સ માટે થોડી રાહત આપતાં ૫ લાખ રૂપિયાની આવકવાળા રિબેટની જાહેરાત કરી દીધી છે. હવે ૪ જુલાઇના રજૂ થનાર પૂર્ણ બજેટથી ટેકસપેયર્સને મોટી આશા છે. નાણામંત્રાલયના સૂત્રોના અનુસાર બજેટમાં ટેકસપેયર્સને મોટી રાહત મળી શકે છે.

નાણા મંત્રાલયના સૂત્રોના અનુસાર સરકાર ટેકસપેયર્સ માટે મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ઇનકમ ટેકસ અધિનિયમના સેકશન ૮૦ઘ્ ના રોકાણ પર છૂટ સીમાને વધારી શકે છે. અત્યાર સુધી 80C હેઠળ 1 લાખ 50 હજાર રૂપિયાના રોકાણ પર ટેકસ છૂટ મળે છે. તેને વધારીને ૨ લાખ રૂપિયા કરવામાં આવી શકે. તેમાં ટેકસપેયર્સની પાસે ટેકસ બચાવવાનો વિકલ્પ ખુલી શકે છે. આ ઉપરાંત બીજા દ્યણા પ્રકારની છૂટ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

વધી શકે છે ટેકસ સ્લેબની મર્યાદા

સૂત્રોનું માનીએ તો ઇનકમ ટેકસ સ્લેબમાં પણ વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. જોકે તેના માટે સરકાર પોતાના તે નિર્ણયને પરત લઇ શકે છે, જે ફેબ્રુઆરીમાં બચગાળાના બજેટ દરમિયાન લીધો હતો. તેમાં ટેકસપેયર્સને ૫ લાખની આવક પર રિબેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આશા વ્યકત કરવામાં આવી રહી છે નવા ટેકસ સ્લેબ આવતાં રિવોક કરીને ટેકસ છૂટની મર્યાદા વધારી શકે છે. એટલે કે આ નવો ટેકસ સ્લેબ તૈયાર કરવામાં આવશે.

ઇનકમ ટેકસ નિયમ અનુસાર ટેકસપેયર્સને ૨ લાખ ૫૦ હજાર રૂપિયાની આવક પર કોઇ ટેકસ ચૂકવવો નહી પડે. પરંતુ હવે તેને સીધો વધારીને ૩ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. જો આમ થાય છે કે તો કલમ ૮૦ઘ્જ્રાક્નત્ન રોકાણ સાથે ટેકસપેયર્સને કુલ ૫ લાખ રૂપિયા સુધી આવક પર કોઇ ટેકસ ચૂકવવો નહી પડે. સૂત્રોનું માનીએ તો ટેકસ સ્લેબમાં ફેરફારની સંભાવના એટલા માટે પણ છે કારણ કે ઞ્ઝ્રભ્ ગ્રોથ પાંચ વર્ષના નિચલા સ્તર પર છે. નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ૫.૮ ટકા રહી હતી. જો ટેકસ છૂટની મર્યાદા વધારવામાં આવે છે તો તેનાથી ઇકોનોમીને બૂસ્ટ મળશે. સાથે કરોડો ટેકસપેયર્સને મોટો ફાયદો મળશે. જોકે આમ કરવાથી સરકાર પર વધારાના બોજની સંભાવના છે. સરકાર બજેટ ડેફિસિટ પર સીધી અસર જોવા મળી શકે છે.

(4:15 pm IST)