Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

તીન તલાક-નિકાહ -હવાલાની કુપ્રથાની નાબુદી જરૂરી : ૧ દેશ ૧ ચૂંટણી સમયની માંગ

રાષ્ટ્રપતિ કોવિંદનું સંસદના સંયુકત સત્રને સંબોધન : એર સ્ટ્રાઇક- સર્જિકલ સ્ટ્રાઇક મોટી સફળતા : સૈન્ય પર ફોકસ, મળશે રાફેલ-અપાશે : અંતરિક્ષક મિશન પર ધ્યાન : સશકત, સુરક્ષિત, સમૃધ્ધ અને સર્વસમાવેશી ભારતનું નિર્માણ કરાશે : ર૦ર૪ સુધીમાં પ ટ્રીલીયનની ઇકોનોમી બનશે ભારત

નવી દિલ્હી, તા. ર૦ : આજે રાષ્ટ્રપતિ રાજયસભા અને લોકસભાના સંયુકત સત્રને સંબોધન કર્યુ હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણમાં સરકારની આગામી નીતિઓની ઝલક જોવા મળી રાષ્ટ્રપતિ પોતાના અભિભાષમમાં ઇન્ડિયા'ની કલ્પના પ્રસ્તુત કર્યુ હતું. રાષ્ટ્રપતિના અભિભાષણમાં પીએમ મોદીના નવા ભારતને સાકાર કરતી યોજનાઓની ઝલક જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિના સંબોધન બાદ બંને સદનોની કાર્યવાહી શરૂ થશે. ત્યારબાદ રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંસદમાં ચર્ચા તશે. સંસદનું પ્રથમ સત્ર 26 જૂલાઈ સુધી 40 દિવસ ચાલશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આઝાદીના 75‚ વર્ષમાં ખેડૂતોની આવક બમણી થશે. દરેક ગરીબ પાસે વીજળી કનેકશન હશે. દરેક ગરીબની પહોંચમાં મેડિકલ સુવિધાઓ હશે. ગંગાની ધારા નિર્મળ અને અવિરલ હશે. અંતરિક્ષ ટેકનોલોજીના દમ પર કોઈ દેશવાસી અંતરિક્ષમાં તિરંગો લહેરાવશે

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે  રાષ્ટ્ર નિર્માતાઓની સ્મૃતિને જાળવી રાખવી એ આપણું કર્તવ્ય છે. બાપૂની યાદમાં દાંડી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. સરદાર પટેલની યાદમાં મોટી પ્રતિમા બનાવવામાં આવી છે. બાબાસાહેબ અને દેશના તમામ પૂર્વ પીએમના યોગદાનને સન્માન આપતા દિલ્હીમાં એક મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે

રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે આખા વિશ્વમાં ભારતની એક નવી ઓળખ બની છે તથા અન્ય દેશોની સાથે આપણા સંબંધો વધુ મજબુત થયા છે. પ્રસન્નતાની વાત છે કે વર્ષ 2022માંભારત જી-20 શિખર સંમેલનની મેજબાની કરશેઆજે આતંકવાદના મુદ્દે આખુ વિશ્વ, ભારત સાથે ઊભુ છે. દેશમાં મોટા આતંકી હુમલાઓ માટે જવાબદાર મસૂદ અઝહરને સંયુકત રાષ્ટ્ર દ્વારા આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાયો તે મોટું પ્રમાણ છે

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે મારી સરકાર વિદેશમાં વસેલા તથા ત્યાં કાર્યરત ભારતીયોના હિતોની રક્ષા પ્રત્યે સજાગ છે. આજે વિદેશમાં જો કોઈ ભારતીય સંકટમાં પડે તો તેને તરત મદદ અને રાહત મળવાનો ભરોસો હોય છે. પાસપોર્ટથી લઈને વિઝા સુધીની અનેક સેવાઓને સરળ અને સુલભ બનાવવામાં આવી છે

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે વર્ષ 2014®¾‚ દેશમાં સંરક્ષિત ક્ષેત્રોની સંખ્યા 692 હતી જયારે હવે વધીને 868 થઈ ગઈ છે. વાયુ પ્રદૂષણના પડકારોને જોતા દેશના 102 શહેરોમાં રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ શરૂ કરાયો છેકલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પ્રભાવોને ઓછા કરવામાં સૌર ઉર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ભારતના સક્રિય પ્રયત્નોથી ઈન્ટરનેશનલ સોલર અલાયન્સની રચના થઈ. આ સંગઠનના માધ્યમથી દુનિયાના વિકાસશીલ દેશોમાં સૌર ઉર્જાના વિકાસમાં ભારત મહત્વનું યોગદાન આપી રહ્યું છે

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે મારી સરકાર નમામિ ગંગે યોજના હેઠળ ગંગા નદીમાં ઠલવાતા ગંદા નાળાને બંધ કરવાના અબિયામાં ઝડપ લાવશે. સરકારનો પ્રયાસ રહેશે કે ગંગાની જેમ જ કાવેરી, પેરિયાર, નર્મદા, યમુના, મહાનદી, અને ગોદાવરી જેવી અન્ય નદીઓને પણ પ્રદૂષણ મુકત કરાય

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે આ વર્ષે પ્રયાગરાજમાં અર્ધકુંભ દરમિયાન ગંગાની સ્વચ્છતા અને શ્રદ્ઘાળુઓને મળેલી સુવિધાની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. મારી સરકારે અર્ધકુંભના સફળ આયોજનમાં યોગદાન આપનારા દરેક વ્યકિતને સન્માનિત કરીને તેમનું આત્મગૌરવ વધાર્યું છે

રાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરકારની અંતરિક્ષ ટેકનોલોજી, ચંદ્રયાન-2 અને ગગનયાનનો ઉલ્લેખ કરીને આવનારા સમયમાં સરકારની મહત્વની યોજનાઓ અંગે પણ ચર્ચા કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે અંતરિક્ષ ટેકનોલોજીના કારણે જળ, જમીન અને આકાશમાં ભારતની સુરક્ષા વધી છે. આ ઉપરાંત હવામાનની સટીક આગાહી પણ શકય બની છે

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે સરકાર હાઈવેની સાથે સાથે રેલવે, એરવે, અને ઈનલેન્ડ વોટર વેના ક્ષેત્રમાં પણ મોટા પાયે કામ કરી રહી છે. ઉડાણ યોજના હેઠળ દેશના નાના શહેરોને એર વે સાથે જોડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતમાતા પરિયોજના હેઠળ વર્ષ 2022 સુધીમાં લગભગ 35 હજાર કિલોમીટર નેશનલ હાઈવેનું નિર્માણ અને અપગ્રેડેશન કરવાનું છે. આ સાથે જ સાગરમાલા પરિયોજના દ્વારા દેશના કાંઠાના વિસ્તારોમાં અને પોર્ટની આસપાસ સારા રસ્તાની જાળ બિછાવવામાં આવી રહી છેમારી સરકાર આધુનિક ભારત માટે દેશના ગામડાઓથી લઈને શહેરો સુધી, વિશ્વસ્તરના ઈન્ફ્રાસ્ટ્રકચર અને નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે

રાષ્ટ્રપતિએ કહ્યું કે બેનિફિટ ટ્રાન્સફર'ના કારણે અત્યાર સુધી એક લાખ 41 હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચ્યા. લગભગ 8 કરોડ ખોટા લાભાર્થીઓના નામ હટાવવામાં આવ્યાં છેકાળા ધન વિરુદ્ઘ શરૂ કરાયેલી મુહિમને વધુ ઝડપી બનાવવામાં આવશે. છેલ્લા 2 વર્ષમાં 4 લાખ 25 હજાર ડાઈરેકટરોને અયોગ્ય જાહેર ઙ્ગકરાયા છે અને 3 લાખ 50 હજાર સંદિગ્ધ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરાયેલું છે

જીએસટી લાગુ થવાથી એક દેશ, એક ટેકસ, એક બજારનો વિચાર સાકાર થયો છે. જીએસટીને વધુ સરળ બનાવવાના પ્રયત્નો થતા રહેશે.

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે  ટેકસ વ્યવસ્થામાં સતત સુધારની સાથે સાથે સરળીકરણ ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. 5 લાખ રૂપિયા સુધીની આવકને કરમુકત કરવાનો નિર્ણય આ દિશામાં ઉઠાવવામાં આવેલું મહત્વપૂર્ણ પગલું છે

રાષ્ટ્રપતિએ કહ્યું કે  ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની રેંકિંગમાં વર્ષ 2014‚ ભારત 142‚ સ્થાને હતું. છેલ્લા 5 વર્ષોમાં 65 રેંક ઉપર આવીને આપણે 77‚ સ્થાને પહોંચી ગયા છીએ. હવે વિશ્વના ટોચના 50 દેશોની સૂચિમાં સામેલ થવાનું આપણું લક્ષ્ય છે

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે આજે ભારત દુનિયાના સૌથી વધુ સ્ટાર્ટઅપવાળા દેશોમાં સામેલ થયું છેવડાપ્રધાન મુદ્રા યોજના હેઠળ સ્વરોજગાર માટે લગભગ 19 કરોડની લોન અપાઈ છે. આ યોજનાનો વિસ્તર કરતા હવે 30 કરોડ લોકોને તેનો લાભ પહોંચાડવાના પ્રયત્નો થશે. વેપારીઓ માટે ગેરંટી વગર 50 લાખ રૂપિયા સુધીના ઋણની યોજના પણ લાવવામાં આવશે

સરકાર દ્વારા સામાન્ય વર્ગના ગરીબ યુવાઓ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરાઈ છે. તેનાથી નિયુકિત અને શિક્ષણના ક્ષેત્રમાં વધુ તકો મળશે

ઉજ્જવલા યોજના દ્વારા ધૂમાડામાંથી મુકિત, મિશન ઈન્દ્રધનુષના માધ્યમથી ટીકાકરણ, સૌભાગ્ય યોજનાથી મફત વીજળી કનેકશન, આ બધાનો સૌથી વધુ લાભ ગ્રામીણ મહિલાઓને મળ્યો છેરાષ્ટ્રીય આજીવિક મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારોની 3 કરોડ મહિલાઓને અત્યાર સુધી 2 લાખ કરોડ રૂપિયાથી વધુ લોન અપાઈ છે

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે  દેશમાં દરેક બહેન બેટી માટે સમાન અધિકાર સુનિશ્યિત કરવાના હેતુથી ટ્રિપલ તલાક, અને નિકાહ હલાલા જેવી કુપ્રથાઓને દૂર કરવી જરૂરી છે. હું તમામ સભ્યોને વિનંતી કરીશ કે આપણી બહેનો અને બેટીઓના જીવનને વધુ સન્માનજનક અને સારું બનાવનારા આ પ્રયત્નોમાં સહયોગ આપે

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે મહિલાઓ વિરુદ્ઘ અપરાધો માટેની સજાને કડક બનાવવામાં આવી છે અને નવી દંડ જોગવાઈઓને કડકાઈથી લાગુ કરવામાં આવી રહી છે.  50 કરોડ ગરીબોને સ્વાસ્થ્ય-સુરક્ષા કવચ પ્રદાન કરતી વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર સ્કીમ ભારત યોજના' લાગુ કરવામાં આવી છે

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે મહિલા સશકિતકરણ, મારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક છે. નારીનું સબળ થવું તથા સમાજ અને અર્થવ્યવસ્થામાં તેમની પ્રભાવી ભાગીદારી, એક વિકિસત સમાજની ઙ્ગકસોટી હોય છે. સરકારની એ સોચ છે કે મહિલાઓના વિકાસ ઉપરાંત તેમના નેતૃત્વમાં પણ વિકાસ થાયગ્રામીણ ભારતને મજબુત બનાવવા માટે મોટા પાયે રોકાણ થયું છે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે આવનારા વર્ષોમાં વધુ 25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે

રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના 112 આકાંક્ષી જિલ્લાઓના વિકાસ માટે વ્યાપક સ્તર પર કાર્ય થઈ રહ્યું છેઆપણે આપણા બાળકો અને આવનારી પેઢીઓ માટે પાણી બચાવવું જ પડશે. નવા જળશકિત મંત્રાલયની રચના આ દિશામાં એક નિર્ણાયક પગલું છે. જેનાથી લાંબાગાળે ફાયદો થશે. આ નવા મંત્રાલયના માધ્યમથી જળ સંરક્ષણ અને પ્રબંધન સંબંધિત સંકળાયેલી વ્યવસ્થાઓને વધુ પ્રભાવી બનવવામાં આવશે

રાષ્ટ્રપતિએ કહ્યું કે નેશનલ ડિફેન્સ ફંડથી વીર જવાનોના બાળકોને મળનારી સ્કોલરશીપની રકમ વધારાઈ છે. તેમાં પહેલીવાર રાજય પોલીસના જવાનોના પુત્ર-પુત્રીઓને પણ સામેલ કરાયા છે

રાષ્ટ્રપતિએ કહ્યું કે ખેડૂત ગ્રામીણ વ્યવસ્થાના આધારસ્તંભ છે. ગ્રામીણ ભારતને મજબુત કરવા માટે મોટા પાયે રોકાણ કરાયું છે. 25 લાખ કરોડ રૂપિયા આગામી વર્ષોમાં રોકાણ કરાશે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ શકે તે માટે પગલાં લેવાયા છે

રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતો, જવાનો અને ગરીબો માટેની અનેક યોજનાઓનો ઉલ્લેખ કર્યો. જળ સંકટનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આવનારા સમયમાં જળ સંકટ વધી શકે છે. જળ શકિત મંત્રાલય બનાવવાનો નિર્ણય નિર્ણાયક પગલું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમની સરકાર દુષ્કાળની સમસ્યાઓ પ્રત્યે સચેત છે

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે  પહેલીવાર સરકારે નાના દુકાનદાર ભાઈ-બહેનોની આર્થિક સુરક્ષા પર ધ્યાન આપ્યું છે. કેબિનેટની પહેલી બેઠકમાં જ નાના દુકાનદારો અને રીટેલ ટ્રેડર્સ માટે એક અલગ પેન્શન યોજનાને મંજૂરી આપી. આ યોજનાનો લાભ દેશના લગભગ 3 કરોડ નાના દુકાનદારોને લાભ મળશે

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે નવું ભારત, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના આદર્શ ભારતના તે સ્વરૂપને આગળ વધારાશે જયાં લોકોના ચિત્ત્। ભયમુકત હોય, અને આત્મ સન્માનથી તેમનું માથું ઊંચુ રહે. ગુરુદેવના શબ્દોમાં જેથા ભય-સૂન્નો, ઉચ્ચો જેથા શિર... ‘

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે  જે ખેડૂતો આપણા અન્નદાતા છે ઙ્ગતેમની સન્માન રાશિની પહોંચ વધારતા હવે વડાપ્રધાન કિસાન સન્માન નિધિને દેશના પ્રત્યેક ખેડૂત માટે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છેમારી સરકાર પહેલા દિવસથી જ તમામ દેશવાસીઓના જીવન સુધારવા, કુશાસનથી પેદા થયેલી તેમની મુસીબતો દૂર કરવા અને સમાજના છેવાડાની હરોળમાં ઊભેલી વ્યકિત સુધી તમામ જરૂરી સુવિધાઓ પહોંચાડવાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત છે

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યુ કે દેશવાસીઓની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરતા, હવે સરકાર તેમની આકાંક્ષાઓને અનુરૂપ એક સશકત, સુરક્ષિત, સમૃદ્ઘ અને સર્વસમાવેશી ભારતના નિર્માણની દિશામાં આગળ વધી રહી છે. આ યાત્રા સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસની મૂળ ભાવનાથી પ્રેરિત છેઆ વખતે લોકસભા ચૂંટણીમાં 61 કરોડથી વધુ નાગરિકોએ મત આપ્યો અને એક નવો રેકોર્ડ બનાવ્યો. ભારતના લોકોએ સ્પષ્ટ જનાદેશ આપ્યો. સરકાર ‘¸¬ કા સાથ, સબકા વિકાસ' માટે કામ કરી રહી છેમારી સરકાર રાષ્ટ્રનિર્માણની એ વિચાર પ્રતિ સંકલ્પિત છે જેનો પાયો વર્ષ 2014માં રખાયો હતો

રાષ્ટ્રપતિએ કહ્યું કે આ વખતે મતદારોએ મજબુત જનાદેશ આપ્યો છે. મારી સરકાર બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ પર ચાલવાનું શરૂ કર્યુંછેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેશવાસીઓમાં એ વિશ્વાસ જાગ્યો છે કે સરકાર તેમની સાથે છેઆ લોકસભામાં લગભગ અડધા સાંસદો પહેલીવાર ચૂંટાઈ આવ્યાં છે. આ વખતે 78 મહિલા સાંસદો ચૂંટાઈ આવી જે ભારતની ઙ્ગતસવીર પ્રસ્તુત કરે છે

રાષ્ટ્રપતિએ કહ્યું કે આ વખતે મહિલાઓએ પહેલાની સરખામણીમાં વધુ મતદાન કર્યું છે. તેમની ભાગીદારી પુરુષો જેટલી રહી છે. તમામ મતદારો અભિનંદનને પાત્ર છેઆ લોકસભા માટે ચૂંટાઈ આવેલા તમામ સાંસદોને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું.

સંસદમાં રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન

'ન્યુભારત'ની યાત્રા 'સૌનો સાથ, સૌનો વિકાસ અને બધાનો વિશ્વાસ' ની મૂળ ભાવનાથી પ્રેરિત હશે

નવી દિલ્હી, તા.૨૦: મોદી સરકાર ૨.૦ના એજન્ડા કેવો હશે એ આજે દેશની સામે આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સંસદના સંયુકત સત્રને સંબોધિતઙ્ગકરવાનું શરૂ કર્યું. આ સંબોધનમાં મોદી સરકાર આવનારા પાંચ વર્ષમાં કયા ટ્રેક પર ચાલશે તેની ઝલક દેખાડી શકે છે

સંસદના સંયુકત સત્રમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે આ લોકસભા માટે ચૂંટાયેલા તમામ સાંસદોને હું હાર્દિક અભિનંદ પાઠવું છું. આ વખતે મહિલાઓએ પહેલાની તુલનામાં વધુ મતદાન કર્યું છે. તેમની ભાગીદારી પુરુષોની બરાબર છે. તમામ મતદાતા અભિનંદનને પાત્ર છે. આ લોકસભામાં લગભગ અડધા સાંસદ પહેલી વખત ચૂંટાયેલા છે. આ વખતે ૭૮ મહિલા સાંસદોને પસંદ કરી નવા ભારતની તસવરી રજૂ કરે છે. આ વખતે મજબૂત જનાદેશ આપ્યો છે. મારી સરકાર સબકા સાથ, સબકા વિશ્વાસ પર ચાલવાનું શરૂ કર્યું. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન દેશવાસીઓએ એ વિશ્વાસ જગાડ્યો કે સરકાર તેમની સાથે છે. આ લોકસભા ચૂંટણીમાં ૬૧ કરોડથી વધુ નાગરિકોએ મતદાન કર્યું એક નવો રેકોર્ડ બનાવ્યો. ભારતના લોકો એ સ્પષ્ટ જનાદેશ આપ્યો. સરકાર સબકા સાથા સબકા વિકાસ માટે કામ કરી રહી છે.

રામનાથ કોવિંદે વધુમાં કહ્યું કે દેશવાસીઓને મૂળભૂત જરૂરિયાતો પૂરી કરતાં હવે સરકાર તેમની આકાંક્ષાઓના અનુરૂપ એક સશકત, સુરક્ષિત, સમૃદ્ઘ અને સર્વસમાવેશી ભારતના નિર્માણની દિશામાં આગળ વધી રહી છે. આ યાત્રા 'સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ'ની મૂળ ભાવનાથી પ્રેરિત છે.

(3:32 pm IST)