Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

હવે રેલવેની ટિકિટના ભાવ વધારવાને બદલે મુસાફરોને સબસિડી જતી કરવા અપીલ કરશે

ગેસ સિલિન્ડરની જેમ રેલયાત્રામાં સબસીડી છોડશે તો રેલવેને થશે મોટી રાહત

નવી દિલ્હી :મોદી સરકારે પહેલી ઈનિંગમાં દેશના સાધન સંપન્ન વર્ગને સબસિડીવાળો રાંધણ ગેસ સિલિન્ડર જતો કરીને બજાર ભાવે ગેસ સિલિન્ડર લેવા માટે અપીલ કરી હતી. જેની અસર પણ જોવા મળી હતી. ત્યારે હવે રેલવેની ટિકિટ માટે પર સબસીડી જતી કરવા લોકોને અપીલ કરવા સરકાર વિચારી રહી છે

  રેલવે ટિકિટના દર વધારવાની જગ્યાએ મુસાફરોને ટિકિટ પરની સબસિડી જતી કરવા માટે અપીલ કરશે આ માટે આગામી 100 દિવસમાં મોટુ જાગૃતતા અભિયાન શરૂ કરવામાં આવશે. રેલવે માને છે કે, જો રસોઈ ગેસ સિલિન્ડરની જેમ મુસાફરો રેલવે ટિકિટ પરની સબસિડી જતી કરશે તો રેલવેને બહુ મોટી આર્થિક રાહત થશે.

હાલમાં રેલવે જે ભાડુ લે છે તે ખરેખર થતા ખર્ચની સામે ખાલી 53 ટકા છે. આ જ કારણ છે કે, તેને એસી થર્ડ ક્લાસમાં થોડો ફાયદો થાય છે અને બાકીના તમામ વર્ગની ટિકિટમાં નુકસાન ઉઠાવવુ પડે છે.

રેલવે મુસાફરોને દરેક વર્ગમાં ખરેખર ભાડુ કેટલુ થાય છે તે બતાવશે. જેથી સબસિડી છોડવા માંગતા મુસાફરોને પણ ખબર પડે કે, તેણે કેટલી વધારે રકમ ચુકવાની રહેશે.

(1:15 pm IST)