Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

હવે પાઇલટ અને ક્રૂ મેમ્બર પ્લેનમાં નહીં લઈ જશે ઘરનું ટિફિન : એર ઇન્ડિયાએ પ્રતિબંધ મૂકી દીધો

પાઇલટ અને ક્રૂ સ્ટાફ વચ્ચે જમવા અને જમ્યા બાદ ટિફિન ધોવા બાબતે ઝગડો થતા નિર્ણય

નવી દિલ્હી : એર ઇન્ડિયાના એક વિમાનમાં બેન્ગલુરૂ એરપોર્ટ પર સોમવારે પાઇલટ અને ક્રૂ સ્ટાફ વચ્ચે જમવા અને જમ્યા બાદ ટિફિન ધોવા બાબતે જબરજસ્ત ઝગડો થયો હતો આ બાબતે તપાસ બાદ સરકારી વિમાન કંપનીના પ્રશાસને નક્કી કર્યું છે કે, પાઇલટ અને કેબિન ક્રૂ મેમ્બર હવે તેમના ઘરેથી ખાવાનું નહીં લઈ જઈ શકે, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ પ્રતિબંધને કાયદાકિય રીતે નક્કી કરવાની તૈયારી પણ કરવામાં આવે છે.

  અત્રે ઉલ્લેખનિય છે કે, એર ઇન્ડિયાનું વિમાન એઆઈ772ને સોમવારે સવારે 11.40 વાગે બેંગલુરૂથી કોલકાતા માટે ઉડાન ભરવાની હતી. આ જ દરમિયાન વિમાનના કેપ્ટને જમ્યા બાદ એક કેબિન ક્રૂને તેમનું ટિફિન સાફ કરવાનો આદેશ કર્યો હતો

 

કેબિન ક્રૂએ ના પાડી દેતાં બંને વચ્ચે વિવાદ શરૂ થયો અને વિવાદ ઝગડામાં પરિણમ્યો. ક્રૂ સ્ટાફના અન્ય સભ્યોએ આ અંગે એર ઇન્ડિયાના અધિકારીઓને સૂચના આપી. ત્યારબાદ અંદર-અંદર ઝગડી રહેલ પાઇલટ અને ક્રૂમેમ્બરને વિમાનમાંથી ઉતારી મૂક્યા અને નવો સ્ટાફ આવ્યો ત્યારબાદ લગભગ 2 કલાક મોડું વિમાન કોલકાતા માટે ઉડ્યું.

  રાષ્ટ્રીય એરલાઇન્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સોમવારની આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. અમે બહુ જલઈ પાઇલટોને તેમના ઘરેથી વિમાનમાં ખાવાનું નહીં લાવવા માટે કહીશું.

  તેમણે જણાવ્યું કે, ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ડ્યૂટી પર ભોજન લઈને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ અધિકારીએ એમ પણ જણાવ્યું કે, આ કેપ્ટન અને ક્રૂ મેમ્બરનો રિપોર્ટ દિલ્હી મુખ્ય ઓફિસમાં પણ કરવામાં આવ્યો છે. તેઓ ગુરૂવારે ત્યાં હાજર થઈ શકે છે.

(1:05 pm IST)