Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

PNB કૌભાંડઃ કૌભાંડીઓને મદદ કરનાર સીએ, વકિલ, વેલ્યુઅર વગેરે સામે નોંધાશે એફઆઇઆર

બેંકના ફ્રોડ રીસ્ક મેનેજમેન્ટે જારી કયો નિર્દેશો

નવી દિલ્હી તા. ૧૮ :.. બેંકોમાં થયેલા કૌભાંડો-છેતરપીંડીમાં સામેલ આરોપીઓ સાથે સાંઠગાંઠ કરનાર સીએ, વકીલો, વેલ્યુઅરો વગેરે સામે ટુંક સમયમાં એફઆઇઆર નોંધવામાં આવે તેવી શકયતા છે.

નીરવ મોદી કૌભાંડને કારણે હલબલી  ઉઠેલી પંજાબ નેશનલ બેંકે ગયા સપ્તાહે તેની વિવિધ ઓફીસોને નિર્દેશો આપ્યા છે. કે માત્ર લોનધારકો-જામીન જ નહિ પણ એડવોકેટસ, એકાઉટન્ટ, વેલ્યુઅર વગેરે નો જો હાથ હોય તો તેમની સામે પણ પગલા લેવા અને એફઆઇઆર નોંધાવવી. પંજાબ નેશનલ બેંકના ફ્રોડ રીસ્કર મેનેજમેન્ટે ૧૪ જૂને જારી કરેલા નિર્દેશોમાં આ મુજબ જણાવ્યું છે. બેંકને એવી માહિતી મળી છે કે, નકલી પ્રોપર્ટી ડીડ, ખોટા સરનામાના પુરાવા અને ખોટા આઇટી રીટર્ન દર્શાવી  બેંકની સાથે છેતરપીંડી થઇ છે.

(3:42 pm IST)