Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

૧૮ વર્ષથી ઓછી વયના યુઝર્સને ફેસબુક પર હથિયારોની જાહેરાત નહી દેખાય

ડેટા લીક જેવી બીજી ભૂલ ન થાય માટે ફેસબુકનો નિર્ણય

નવી દિલ્હી તા. ૧૮ : અમેરિકામાં બંદુક રાખવાનું પ્રમાણ વધુ છે અને હવે નાના યુવકો પણ તેનો ઉપયોગ હત્યા માટે કરી રહ્યા છે. યુવકો પર સોશિયલ મીડિયાનો પ્રભાવ પણ પડતો હોવાની શકયતાઓ છે. જેને પગલે હવે ફેસબુકે નિર્ણય કર્યો છે કે ૧૮ વર્ષથી ઓછી વયની ફેસબુક યુઝર્સ વ્યકિતને હથિયારોની જાહેરાત દેખાડવામાં નહીં આવે. એટલે કે ફેસબુકે ૧૮ વર્ષથી ઓછી વયની વ્યકિત માટે હથિયારોની જાહેરાત પર પ્રતિબંધ મુકી દીધો છે. કેટલાક હથિયારોની એસેસરીઝની જાહેરાતો પણ ફેસબુક પર આવતી હોય છે, જોકે તેના પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

આ પ્રતિબંધ ૧૮ વર્ષથી ઓછી વયના યુઝર માટે રહેશે. આગામી ૨૧મી જુનથી આ નવા નિયમો લાગુ કરવામાં આવશે. આ પહેલા માર્ચ મહિનામાં ગુગલે પણ જાહેરાત કરી હતી કે કંપની યુટયુબ પર એવા વીડિયો નહીં દેખાડે કે જે હથિયારો અને તેની એસેસરીઝના વેચાણની જાહેરાત સાથે સંકળાયેલા હોય.

યુવકો પર આ પ્રકારની હથિયારોની જાહેરાતનો ખોટો પ્રભાવ પડી રહ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપની પહેલાથી જ આ પ્રકારના વીડિયો પર પ્રતિબંધ મુકી ચુકી છે.(૨૧.૨૪)

 

(1:02 pm IST)