Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

આતંકીઓ પાસે બંકરો - જેકેટો વીંધે તેવી સ્ટીલની બૂલેટ

ચીન - પાકિસ્તાનની કાશ્મીરના આતંકીઓને ખૂલ્લી મદદ : સૈન્ય માટે નવો મોટો ખતરો : જવાનોની સુરક્ષા જોખમમાં : 'આર્મર પીઅરસીંગ' કવચ ભેદી ગોળીઓ ત્રાસવાદીઓ પાસેથી મળી : બૂલેટ પ્રુફ બંકરો વીંધી નાખે છે : સીઆરપીએફ પરના હુમલામાં વપરાયેલ

શ્રીનગર તા. ૧૮ : કાશ્મીરમાં આતંકીઓ દિવસે ને દિવસે વધુ સક્રિય થઇ રહ્યા છે અને હવે તેઓ પોતાના હુમલાની સ્ટ્રેટેજી પણ બદલી રહ્યા છે. સૈન્યને આતંકીઓ દ્વારા છોડવામાં આવેલી બંદુકની ગોળીઓ મળી આવી છે. આતંકીઓની આ ગોળીઓમાં હવે સ્ટીલની ગોળીઓનો પણ સમાવેશ થઇ ગયો છે. સ્ટીલની ગોળીઓ અતી ઘાતક હોય છે અને બુલેટપ્રુફ બન્કરોને પણ તોડી શકે છે અને બુલેટ થોડા મહિના પહેલા આતંકીઓ સામે સૈન્ય દ્વારા ઓપરેશન જારી કરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન દરમિયાન જે બંકરનો ઉપયોગ થયો હતો તે બુલેટ પ્રુફ હતું, જોકે તેમ છતા આતંકીઓની ગોળીઓ તેની આરપાર થઇ ગઇ હતી. બાદમાં આ ગોળીઓની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેને સ્ટીલથી બનાવવામાં આવી હતી. અને તેમાં બહુ જ મજબુત સ્ટીલ વાપરવામાં આવ્યું હતું. લોખંડની સરખામણીએ સ્ટીલની ગોળીઓ વધુ ઘાતકી હોય છે અને તેનાથી બુલેટ પ્રુફ બંકરો અને બૂલેટ પ્રુફ જેકેટો તોડવા પણ શકય છે.

આતંકીઓમાં હવે આ પ્રકારની ગોળીઓ સામેલ થતા આ ખતરાની ઘંટડી સમાન છે અને ગમે ત્યારે આતંકીઓ તેનો ઉપયોગ બંકરો જેવા સુરક્ષીત સ્થળો તેમજ નેતાઓની બુલેટપ્રુફ ગાડીઓને પણ ટાર્ગેટ બનાવી શકે છે. આ બુલેટને એપી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનુ પુરૂ 'આર્મર પીઅરસીંગ' છે. જેનો અર્થ થાય છે  'કવચને તોડવું'. આતંકીઓ પાસે સ્ટિલની ગોળીઓ પાકિસ્તાનથી આવી હોઇ શકે છે અને પાકિસ્તાન પાસે આ ગોળી ચીન દ્વારા મેળવાઇ હોવાની પુરી શકયતાઓ છે. એટલે કે ચીનની મદદથી હાલ સરહદે આતંકીઓ હવે આધુનિક હથિયારો અને ઘાતકી ગોળીઓ રાખતા પણ થઇ ગયા છે.

આતંકીઓ પાસે આ બુલેટ હોવાની જાણકારી સૌપ્રથમ નવા વર્ષની ઉજવણી દરમિયાન આતંકીઓ હુમલો કર્યો ત્યારે થઇ હતી. દક્ષીણ કાશ્મીરમાં આતંકીઓએ સીઆરપીએફના કેમ્પ પર હુમલો કર્યો હતો અને પાંચ સૈન્ય શહીદ થયા હતા. આ હુમલા દરમિયાન આતંકીઓએ આ સ્ટીલની ગોળીઓ વાપરી હતી. થોડા દિવસ પહેલા જ સૈન્યના બજેટમાં કાપ મુકયો હતો અને કેટલાક હથિયારોની ખરીદીમાં કાપ મુકવો પડયો હતો. એટલે કે આતંકીઓ હાલ સૈન્ય કરતા વધુ આધુનિક હથિયારો રાખતા થઇ ગયા છે.(૨૧.૨૨)

 

(1:01 pm IST)