Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

નકલી લેફટેનન્ટ કર્નલ ગીરફતારઃ સેના મુખ્યાલય કરશે તપાસ

તપાસ દરમ્યાન આરોપી પાસેથી નકલી જોઇનીંંગ લેટર, લેપટોપ, આઇ કાર્ડ, સેના ડ્રાઇવીંગ લાઇસન્સ જેવા દસ્તાવેજો ઝડપાયા

નવી દિલ્હી તા.૧૮: દાદરીમાં આર્મી વીજીલંસ અને પોલીસની સંયુકત કામગીરીમાં ગીરફતાર નકલી લેફટેનન્ટ કર્નલ એે.કે. શર્મા વિરૂધ્ધ પોલીસ કેસ દાખલ કરીને બે દિવસના રીમાંડ લેવાયા છે. સમગ્ર મામલાની તપાસ સેના મુખ્યાલય દ્વારા થશે. સેનાના અધિકારીઓએ પોતાનો રીપોર્ટ મુખ્યાલયને મોકલી આપ્યો છે. પોલીસ રીમાંડમાં નકલી કર્નલે ઘણી ચોંકાવનારી બાબતો જાહરે કરી છે. પોલીસ અનુસાર આરોપી લકઝરી ગાડીઓનો શોખીન છે અને તેના ઉપરાંત તેની ગેંગમાં બીજા સભ્યો પણ આમાં સામેલ છે. જે સેના ઉપરાંત સેનાની એન્જિનિયરીંગ વીંગમાં પૈસા લઇને નકલી જોઇનીંગ લેટર આપતા હતા. (૧.૯)

 

(11:38 am IST)