Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

દિલ્હીમાં PMO સુધી 'આપ'ની વિરોધ માર્ચ: પોલીસે નથી આપી મંજૂરી "પાંચ મેટ્રો સ્ટેશન બંધ : રેલીને અટકાવાઈ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પીએમઓ ઓફિસ સુધી વિરોધ માર્ચ કાઢી છે જોકે પોલીસે મંજૂરી આપી નથી દરમિયાન આ રેલીને પોલીસે અટકાવી છે અને આજે આ માર્ચને કારણે પાંચ મેટ્રો સ્ટેશન બંધ કરવા પડ્યા છે દિલ્હી સરકારને કામ કરવાથી રોકવાનો આરોપ લગાવતા આમ આદમી પાર્ટી રવિવારની સાંજે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) સુધી વિરોધ માર્ચ કાઢી હતી પોલીસે આ વિરોધ પ્રદર્શન માટે આમ આદમી પાર્ટીને મંજૂરી આપી નથી.

  આપ નેતાઓએ કહ્યું હતું કે દિલ્હીના લોકો સાંજે ચાર વાગ્યે મંડી હાઉસ એકઠાં થઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રીઓને એલજી કાર્યાલયમાં ધરણાના સમર્થન કરતા પીએમઓ સુધી માર્ચ કાઢી છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તાએ આરોપ લગાવતા કહ્યું હતું કે મોદી સરકાર દિલ્હી સરકારના લોકોને કામ કરવાથી રોકવા માટે શક્તિઓનો અને સંસ્થાઓનો દુરઉપયોગ કરે છે.

  ગુપ્તાએ દાવો કર્યો છે કે, લોકો દિલ્હી સરકારના સમર્થનમાં પ્રદર્શન કરવા જઇ રહ્યા છે. જેણે તેમને મફત પાણી, ઓછી કિંમતમાં વીજળી અને સારા શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. કેજરીવાલ અને તેમની કેબિનેટના સહયોગી સોમવારથી એલજી અનિલ બૈજલના કાર્યાલયમાં ધરણા ઉપર બેઠા છે. તેમની માગ છે કે, આઇએએસ અધિકારીઓને હડતાળ ખતમ કરવાનો આદેશ આપવામાં આવે. લોકોના દવારાજા સુધી રાશન સપ્લાઇ યોજનાને મંજૂરી આપે.

(12:00 am IST)