Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

કાશ્મીરમાં સુરક્ષાદળો પર હુમલો : ગાંદરબળમાં ગ્રેનેડ ફેકાયું : 15 લોકોને ઈજા

કેન્દ્ર સરકારે સીઝ ફાયર હટાવ્યુ : આતંકવાદીનાં ખાત્મા માટે ભારતીય સેના સજ્જ

જમ્મુ-કાશ્મીરઃ કાશ્મીરમાં સુરક્ષાદળો પર ફરી હુમલો થયો છે ગાંદરબળના માનસબળ વિસ્તારમાં  સુરક્ષાકર્મિઓને નિશાન બનાવતા ગ્રેનેડ હુમલો કરાયો છે જેમાં 15 લોકોને ઈજા થયાના હેવાલ છે આ ગ્રેનેડ સુરક્ષાકર્મી પર ફેકાયું હતું પરંતુ તેની ઝપટમાં સ્થાનિક લોકો આવી ગયા હતા હુમલામાં ઈજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રેનેડ હુમલો તે સમયે કરવામાં આવ્યો જ્યારે આજે કેન્દ્ર સરકારે કાશ્મીરમાં સીઝફાયર હટાવી લીધું છે. સમજાન શરૂ થવા પર ગૃહ મંત્રાલયે લોકોની વ્યવસ્થા માટે સીઝફાયરનું એલાન કર્યું હતું. પરંતુ આ દરમિયાન કાશ્મીરમાં સુરક્ષાદળો પર ઘણા હુમલા થયા. 

  આ પહેલા 14 જૂને જ શ્રીનગરમાં રાઇઝિંગ કાશ્મીરના એડિટર શુજાત બુખારીની આતંકીઓએ હત્યા કરી હતી આતંકીઓએ ઈદની રજા પર જઈ રહેલા સેનાના જવાન ઔરંગજેબનું અપહરણ કરી લીધું હતું. થોડા કલાકો બાદ જવાનનો ગોલીઓથી વિંધેલો મૃતદેહ કબજે કરવામાં આવ્યો હતો. 

આ બે ઘટનાઓ બાદ આશા કરવામાં આવી રહી હતી કે ઈદ બાજ આતંકીઓ વિરુદ્ધ કાશ્મીરમાં જારી સીઝફાયર હટાવી લેવામાં આવશે. આજે કેન્દ્ર સરકારે સીઝફાયર હટાવવાનું એલાનની સાથે આતંકવાદીઓના ખાતમાની મંજૂરી પણ આપી દીધી છે.

(12:00 am IST)