Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ગાઝિયાબાદમાં પાંચ યુવકોએ 17 વર્ષના કિશોર સાથે કર્યું કુકર્મ : ગુપ્તાંગમાં ઘુસાડ્યો સળિયો: વિડિઓ પણ ઉતાર્યો

આરોપીઓએ 12મા ધોરણના વિદ્યાર્થી સાથે 1600ની લૂંટ પણ ચલાવી હતી

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં માણસાઇ શર્મસાર થાય એવી ઘટના બહાર આવી છે ગાઝિયાબાદમાં પાંચ યુવકોએ એક 17 વર્ષના કિશોર સાથે કથિત રીતે કુકર્મ કર્યું છે.એટલું ઉજ નહીં આરોપીએએ કિશોરના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડ્યો હતો.

 પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના ગુરુવારે બની છે જ્યારે કિશોર પોતાની બાઇકને મરમ્મત માટે દુકાન ઉપર મુકીને ઘરે પાછો ફરી રહ્યો હતો. એસએસપી વૈભવ કૃષ્ણના જણાવ્યા પ્રમાણે પાંચ યુવકોએ આ કિશોરને એક દુકાનમાં ખેંચી ગયા અને ત્યાં જ તેની સાથે કુકર્મ કર્યું હતું. જ્યારે કિશોરે વિરોધ કર્યો તો આરોપીએએ કિશોરના ગુપ્ત ભાગે લોખંડનો સળિયો ઘુસાડ્યો હતો. મોબાઇલમાં પણ વીડિયો ઉતાર્યો હતો.

  એસપીએ જણાવ્યું હતું કે, આરોપીઓએ 12મા ધોરણના વિદ્યાર્થી સાથે રૂ. 1600ની લૂંટ પણ ચલાવી હતી. પોલીસે આઇપીસી અને પોસ્કોની અલગ અલગ કલમો અંતર્ગત ફરિયાદ નોંધી છે
 અત્રે  ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ દેશભરમાંથી ક્યાંકના ક્યાંકથી સાંભળવા મળતી હોય છે. ત્રણ દિવસ પહેલા મેરઠ જિલ્લામાં એક દલિત કિશોરીને તેના જ કશબાના ત્રણ યુવકોએ અપહરણ કરીને કારમાં જ સામૂહિક બળાત્કાર કર્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં પીડિત કિશોરીએ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વીરૂદ્ધ ફરિયાદ નોંધી છે.

(12:00 am IST)