Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ઓડીસામાં બીજેડીને મોટો ઝટકો :સાંસદ ભાલચંદ્ર માંઝી ભાજપમાં જોડાયા

રાજીનામુ આપ્યા બાદ સીએમ નવીન પટનાયક જનતાને ભ્રમિત કરતા હોવાનો લગાવ્યો આરોપ

નવી દિલ્હી :ઓડીસામાં બીજેડીને મોટો ઝાટકો લાગ્યો છે. બીજેડીના સાંસદ બલભદ્ર માંઝી  ભાજપમાં જોડાયા છે. બલભદ્ર માંઝીએ ભાજપમાં સામેલ થવા માટે ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી.  બલભદ્ર માંઝી નવરંગપુરથી બીજેડીના સાંસદ છે. તેણે બે દિવસ પહેલા બીજેડીમાંથી રાજીનામું આપ્યુ હતુ

રાજીમામા બાદ તેમણે ઓડિસાના સીએમ નવીન પટનાયક પર ગંભીર આરોપ લગાવ્યા  હતા. તેમણે જણાવ્યુ હતુ કે, નવીન પટનાયક ઓડિસાની જનતાને  ભ્રમિત કરી રહ્યા છે.

(12:00 am IST)