Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

‘વાયુ' નબળુ પડી ગયુ સૌરાષ્‍ટ્રને વરસાદનો લાભ નહિં મળે

હવે તો ચોમાસુ બરાબર સેટ ન થાય ત્‍યાં સુધી વરસાદની રાહ જોવી પડશે : સિસ્‍ટમ્‍સ હવે ‘ડિપ્રેશન' પણ નહિં બને, માત્ર હવાનું હળવું દબાણ બનશે અને આજે રાત્રે કચ્‍છ ઉપરથી પસાર થઈ જશે : દ્વારકા જામનગર જિલ્લામાં થોડો ઘણો વરસાદનો લાભ મળશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૧૭ : સૌરાષ્‍ટ્રવાસીઓ માટે થોડા માઠા સમાચાર છે. વાવાઝોડુ નબળુ પડી કચ્‍છ તરફ જઈ સૌરાષ્‍ટ્ર - કચ્‍છને જે વરસાદનો લાભ આપનાર હતો તેની હવે શકયતા નથી. હવે ડિપ્રેશન સિસ્‍ટમ્‍સ પણ નહિં બને માત્ર હવાનું દબાણ બની અને આજે રાત્રે કચ્‍છ ઉપરથી પસાર થઈ જશે. દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદનો થોડો ઘણો લાભ મળશે તેમ હવામાન ખાતાના  સૂત્રો જણાવે છે.

વાવાઝોડુ વાયુ' એકદમ નબળુ પડી ગયાનું હવામાન વિભાગ જણાવે છે. અગાઉ વાવાઝોડુ નબળુ પડી ટર્ન મારી કચ્‍છ તરફ જઈ ડિપ્રેશન બની સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં વરસાદ લાવવાનું હતું પણ આજે સવારે હવામાન વિભાગમાંથી મળતી માહિતી મુજબ હવે વાવાઝોડુ નબળુ પડી ગયુ છે અને હવે ડિપ્રેશન પણ નહિં બને અને હવાનું હળવું દબાણ સર્જાઈ અને આજે રાત્રે કચ્‍છ ઉપરથી પસાર થઈ જશે. જેની અસરથી જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લામાં વરસાદની સંભાવના છે.

(2:07 pm IST)
  • ભારતનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર બે મેચ નહિ રમી શકે :ભુવીના સાથે મોહંમદ શમીનો સમાવેશ ભારતનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર આગામી બે મેચ રમી નહીં શકે :તેમ ટીમ ઇન્ડિયાના કેપ્ટ્ન વિરાટ કોહલીએ કહ્યું હતું :ભુવીને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન તેને ઇજા થઇ હતી: હવે પછીના ત્રણ મેચો ભારત 22 જૂને અફઘાનિસ્તાન સામે, ,27મી જૂને વેસ્ટ ઇન્ડિઝ સામે અને 30 જૂને ઇંગ્લેન્ડ સામે રમશે : આ પહેલા ભારતનો ઓપનર શિખર ધવન પણ ઓસ્ટ્રેલિયા સામે ઇજા પામતા કેટલીક મેચ રમી નહીં શકે access_time 1:32 am IST

  • રાજકોટમાં વ્‍હેલી સવારે ઝાપટુ વરસી ગયા બાદ તડકો : પવનનું જોર : બપોરે ૩ વાગ્‍યે રાજકોટમાં ૩૫ ડિગ્રી : ૨૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:15 pm IST

  • પોરબંદર દરિયા કિનારે બંદર ઉપર ૩ નંબરનું સિગ્નલ : પોરબંદરના દરિયા કિનારે બંદર ઉપર ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે : આગામી સમયમાં ભારે પવન અને વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે access_time 4:26 pm IST