મુખ્ય સમાચાર
News of Monday, 17th June 2019

‘વાયુ' નબળુ પડી ગયુ સૌરાષ્‍ટ્રને વરસાદનો લાભ નહિં મળે

હવે તો ચોમાસુ બરાબર સેટ ન થાય ત્‍યાં સુધી વરસાદની રાહ જોવી પડશે : સિસ્‍ટમ્‍સ હવે ‘ડિપ્રેશન' પણ નહિં બને, માત્ર હવાનું હળવું દબાણ બનશે અને આજે રાત્રે કચ્‍છ ઉપરથી પસાર થઈ જશે : દ્વારકા જામનગર જિલ્લામાં થોડો ઘણો વરસાદનો લાભ મળશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૧૭ : સૌરાષ્‍ટ્રવાસીઓ માટે થોડા માઠા સમાચાર છે. વાવાઝોડુ નબળુ પડી કચ્‍છ તરફ જઈ સૌરાષ્‍ટ્ર - કચ્‍છને જે વરસાદનો લાભ આપનાર હતો તેની હવે શકયતા નથી. હવે ડિપ્રેશન સિસ્‍ટમ્‍સ પણ નહિં બને માત્ર હવાનું દબાણ બની અને આજે રાત્રે કચ્‍છ ઉપરથી પસાર થઈ જશે. દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદનો થોડો ઘણો લાભ મળશે તેમ હવામાન ખાતાના  સૂત્રો જણાવે છે.

વાવાઝોડુ વાયુ' એકદમ નબળુ પડી ગયાનું હવામાન વિભાગ જણાવે છે. અગાઉ વાવાઝોડુ નબળુ પડી ટર્ન મારી કચ્‍છ તરફ જઈ ડિપ્રેશન બની સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં વરસાદ લાવવાનું હતું પણ આજે સવારે હવામાન વિભાગમાંથી મળતી માહિતી મુજબ હવે વાવાઝોડુ નબળુ પડી ગયુ છે અને હવે ડિપ્રેશન પણ નહિં બને અને હવાનું હળવું દબાણ સર્જાઈ અને આજે રાત્રે કચ્‍છ ઉપરથી પસાર થઈ જશે. જેની અસરથી જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લામાં વરસાદની સંભાવના છે.

(2:07 pm IST)