Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બોગસ બેંક ખાતાના કેસમાં

પાકિસ્તાનના પૂર્વ પ્રમુખના પરિવાર ઉપર ભીંસ વધી : ઝરદારીની બહેનની ધરપકડ

ઇસ્લામાબાદ, તા. ૧૫ : પાકિસ્તાનની લાંચરૂશ્વત વિરોધી સંસ્થાએ પૂર્વપ્રમુખ અસિફ અલી ઝરદારીની બહેનની બનાવટી બેન્ક ખાતાનો ઉપયોગ કરીને કરાયેલા મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરી છે. ફરિયાલ તાલપુર નામના ૬૧ વર્ષના આ મહિલાની નેશનલ એકાઉન્ટેબિલિટિ બ્યુરોએ ગઇકાલે ઇસ્લામાબાદમાં ધરપકડ કરી હતી. અગાઉ, લાંચરૂશ્વત વિરોધી સંસ્થાએ ફરિયાલના ભાઇ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ઉપાધ્યક્ષ ઝરદારીનો સંપર્ક કર્યો હતો.

ઇસ્લામાબાદ હાઇકોર્ટે હાઇપ્રોફાઇલ મની લોન્ડરિંગ કેસમાં ગઇકાલે બે નેતાઓની જામીન અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે ઝરદારી અને તાલપુરને પકડવાની બ્યુરોને પરવાનગી આપી હતી. આરોપી ભાઇ-બહેન પાસે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની તક રહે છે.(૩૭.૭)

(1:06 pm IST)