Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

યોગી સરકારના રાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી :અખિલેશ યાદવે રાજ્યપાલની લીધી મુલાકાત

અસામાજિક તત્વોને છૂટો દોર:સપા નેતા વિરુદ્ધ ખોટા કેસ કરી ફસાવાઈ છે

લખનૌ : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે યુપીમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે રાજ્યપાલ રામ નાયક સાથે મુલાકાત કરી હતી

. અખિલેશ યાદવે રાજ્યપાલ રામ નાયકને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે જાણકારી આપી. આ મુલાકાત બાદ અખિલેશ યાદવે જણાવ્યુ કે, રાજ્યમાં ગુનેગાર બેફામ બન્યા છે. અને આ અસામાજિક તત્વોને સરકાર દ્વારા હિંસા માટે છુટોદોર આપવામાં આવી રહ્યો છે. જેના માટ રાજ્યની યોગી સરકાર જવાબદાર છે

 . અખિલેશ યાદવે વધુમાં જણાવ્યુ કે, સરકાર સમાજવાદી પાર્ટીના નેતા વિરૂદ્ધ ખોટા કેસ કરી ફસાવી કહી છે. પોલીસ દ્વારા સમાજવાદી પાર્ટીના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે

(11:44 am IST)