Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

એનડીટીવીની લાગ્યો ઝટકો :પ્રમોટર ડો,પ્રણવ રોય અને રાધિકા રોય પર સેબીએ લગાવ્યો પ્રતિબંધ

બંને વિરુદ્ધ ટેક્સમાં હેરાફેરી અને નાણાકીય અનિયમિતતાની તપાસ ;સેબીએ મેનેજમેન્ટમાં બે સુધી સુધી કોઈ પદ લેવા પર રોક લગાવી

નવી દિલ્હી :સેબીએ એનડીટીવીના પ્રમોટર્સ ડો,પ્રણવ રોય અને રાધિકા રોય પર મેનેજમેન્ટમાં કોઈપણ પદ લેવા પર આગામી બે વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો છે તપાસ એજન્સી આ બંને વિરુદ્ધ ટેક્સ હેરાફેરી અને નાણાકીય અનિયમિતતાની તપાસ કરી રહી છે,આ પહેલા સેબીએ બંનેને કારણદર્શક નોટિસ ફટકારી હતી

 અત્રે ઉલેલ્ખનીય છેકે નાણાકીય અનિયમિતતા મામલાને લઇને બંને કેટલીય એજન્સીઓના નિશાન પર છે ,પહેલા સીબીઆઈએ આ મામલામાં કેટલાય સ્થળોએ દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન સીબીઆઈને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યાનો દાવો કર્યો હતો

  સાથોસાથ સેબીએ આ બંને પર બે વર્ષ માટે સિક્યુરિટી માર્કેટથી જોડાવવા પર પણ રોક લાગવી છે આ સમય દરમિયાન બંને કોઈપણ સિક્યુરિટીની  ખરીદી વેચાણ કરી શકશે નહીં અને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જોડાઈ શકશે નહીં

 મીડિયા હેવાલ મુજબ ડો,પ્રણવ રોય અને રાધિકા રોયનું માનવું છે કે સેબીનો આ આદેશ ખોટો અને વધુ પડતો અસમાન આકલન પર આધારિત છે તેઓ આ મામલે સલાહ લીધા બાદ કાનૂની કાર્યવાહી કરશે

(9:45 pm IST)