Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

પ્લેનમાં યાત્રીએ ફાઉન્ટેન પેનથી ક્રૂ મેમ્બરને ધમકાવી બંધક બનાવી દીધી :ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

બીજિંગ તરફ જઇ રહેલ એર ચાઇનાનાં પ્લેનમાં માનસિક બીમાર વ્યક્તિનું કરતૂત

બીજિંગ : ચીનની રાજધાની બીજિંગ તરફ જઇ રહેલ એર ચાઇનાનાં પ્લેનમાં એક માનસિક રીતે બિમાર વ્યક્તિએ ફાઉન્ટેન પેનને હથિયાર માફક ઉપયોગ કરતા ફ્લાઇટ એટેન્ડને બંધક બનાવવાનો પ્રયાસ કરતા ઇમર્જર્સની લેન્ડિંગ કરવું પડ્યું હતું  એર ચાઇનાનું આ પ્લેન ચાંગશા શહેરનાં બીજિંગની તરફ જઇ રહ્યું હતું. વિમાન સંખ્યા 1350માં એક યાત્રીએ ક્રુ મેમ્બરને ફાઉન્ટેન પેનનાં દમ પર બંધક બનાવી દીધી હતી, ત્યાર બાદ ફ્લાઇટને ઝાંગઝાઉ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. 

    સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશન ઓફ ચાઇના (સીએએસી)એ જણાવ્યું કે વ્યક્તિએ ક્રુ સભ્યોને ધમકાવવા માટે પેનનો ઉપયોગ કર્યો. વિમાને દક્ષિણી હુઆન પ્રાંતની રાજધાની ચાંગશા શહેરથી સ્થાનિક સમયાનુસાર સવારે 08.40 મિનિટે ઉડ્યન કરી હતી અને તેને બીજિંગ કેપિટલ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર સવારે 11 વાગ્યે ઉતરવાનું હતું. 

    હેનાન એરપોર્ટ ગ્રુપનાં અનુસાર વિમાન સવારે 9.58 મિનિટે ઝાંગઝાઉ શિનઝોંગ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર ઉતર્યો હતો. તેનું આ લેન્ડિંગ પહેલાથી નક્કી કરવામાં આવ્યું હતું. સીએએસીએ કહ્યું કે, ઘટનાને બપોરે 1.17 વાગ્યે ઉકેલ લાવવામાં આવ્યો હતો. યાત્રીઓ અને ક્રુ સભ્યો સુરક્ષીત છે. ધી પેપર દ્વારા પોલીસનાં હવાલાથી જણાવવામાં આવ્યું કે, 41 વર્ષીય અનહુઆનાં રહેવાસી વ્યક્તિને માનસિક બીમારીનો ઇતિહાસ છે. તેને ઘટના બાદ અટકાયત કરવામાં આવી છે. 

(9:43 pm IST)