Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

મધ્ય અમેરિકામાં બરફનું તોફાન :400 ફ્લાઇટ કેન્સલ :1 બાળકી સહિત 3ના મોત

બરફના તોફાનને કારણે સાઉથ ડકોટાનું સૌથી મોટુ શહેર સિયોક્સ ફોલ્સ સતત બીજા દિવસે બંધ

મિનિયાપોલિસઃ મધ્ય અમેરિકામાં ગલ્ફ કોસ્ટથી લઈને ગ્રેટ લોક્સ સુધી બરફના ભારે તોફાને તબાહી મચાવી છે તોફાનને કારણે બર્ફમારી, ભારે પવન અને વરસાદને કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ કરાઈ છે અને રસ્તાઓ ખરાબ થઈ ગયા છે એક બે વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે અપર મિડવેસ્ટમાં તોફાનને કારણે ભારે બરફ પડી રહ્યો છે.મિનિયાપોલીસના  સેન્ટ પોલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આશરે 400 ફ્લાઇટને રદ્દ કરી દેવાઈ છે  જ્યારે બરફને કારણે સાઉથ ડકોટાના સૌથી મોટા શહેર સિયોક્સ ફોલ્સ સતત બીજા દિવસે બંધ રહ્યું હતું

   અધિકારીઓએ દક્ષિણ પશ્ચિમ મિનિસોટામાં ઘણા રાજમાર્ગેને પણ બંધ કરી દીધા છે અને રાજ્યના દક્ષિણી ભાગમાં આવવા-જવા માટે સ્થિતિ ખૂબ પ્રતિકૂળ છે અને માર્ગ પર ગાડી ચલાવવી ખૂબ મુશ્કેલ છે. નેશનલ વેધર સર્વિસે પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું કે મનિયાપોલિસ અને સેન્ટ પોલ સહિત દક્ષિણી મિનિસોટાના એક મોટા ભાગમાં રવિવાર સુધી 20 ઇંચ (51 સેન્ટીમિટર) ભરફ પડશે. ઉત્તરી વિસ્કોસિનમાં શનિવારે 18 ઇંચ બરફનો વરસાદ થયો હતો. અહીં રવિવારે 14 ઇંચ બર્ફનો વરસાદ થવાનું અનુમાન છે

   સાઉઠ ડકોટાના ઘણા ભાગમાં ભારે વરફ વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. તોફાન અને ભારે પવનને કારણે મિશિગનમાં હજારો ઘરની વિજળી ગૂલ થઈ ગઈ છે. બોસિયર પેરિશ શેરિફ કાર્યાલય પ્રમાણે શનિવારે તોફાનના કારણે બે લોકોના મોત થયા છે. લુઇસિયાનામાં એક ઘર પર ઝાડ પડવાથી એક બે વર્ષની બાળકીનું મોત થયું છે

   વિસ્કાંસિનમાં રાજમાર્ગ પર લપસવાને કારણે એક મહિલાએ પોતાની મિનિવેન પર નિયંત્રણ ગુમાવી દીધું અને સામે આવી રહેલી એસયૂવીને ટક્કર મારી દીધી. દુર્ઘટનામાં મહિલાનું મોત થઈ ગયું, જ્યારે મિનિવેનના યાત્રિ અને એસયૂવી ચાલક હોસ્પિટલમાં દાખલ છે. પશ્ચિમી નેબ્રાસ્કામાં ચૈપલમાં પણ શુક્રવારે એક દુર્ઘટનામાં એક ડ્રાઇવરનું મોત થઈ ગયું હતું

(8:57 pm IST)