Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

૧૦ પૈકીની આઠ કંપનીઓની મૂડી ૮૩૬૭૨ કરોડ વધી ગઇ

ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો : ટીસીએસની માર્કેટ મૂડી વધીને ૬૦૩૧૯૨.૦૨ કરોડ થઇ : આરઆઈએલ માર્કેટ મૂડી મામલે બીજા ક્રમ ઉપર

 

મુંબઈ, તા.૧૫ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૮૩૬૭૨ કરોડ રૃપિયાનો જંગી વધારો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં સૌથી વધારે વધી છે. આની સાથે જ ટીસીએસ માર્કેટ મૂડીના મામલામાં ફરી એકવાર પ્રથમ ક્રમાંકે પહોંચી ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને મારુતિ સુઝુકી સિવાય બાકીની આઠ બ્લુચીપ કંપનીઓની કુલ માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ૮૩૬૭૨.૧૩ કરોડનો વધારો થયો છે. મારુતિ સુઝુકી અને એસબીઆઈને સંયુક્તરીતે ૯૭૭૧.૫૮ કરોડનું નુકસાન થયું છે. ટીસીએસની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં ૩૮૫૩૪.૬૧ કરોડ વધીને ૬૦૩૧૯૨.૦૨ કરોડ સુધી પહોંચી ગઈ છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં ૧૮૪૩૩.૮૩ કરોડ રૃપિયાનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી વધીને ૫૯૪૭૨૮.૭૧ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં પણ આ ગાળામાં વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૨૫૫૩૨૨.૯૬ કરોડ થઇ છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી વધીને ૩૦૫૧૩૩.૬૨ કરોડ સુધી થઇ ગઇ છે. આવી જ રીતે ઓએનજીસી અને એચડીએફસીની માર્કેટ મૂડી ક્રમશઃ વધીને ૨૩૪૨૦૬.૫૪ કરોડ અને ૩૦૮૪૬૧.૫૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૧૩૮૮.૩૭ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૫૦૦૩૪૬.૩૭ કરોડ થઇ ગઇ છે. આઈટીસીની માર્કેટ મૂડીમાં પણ નોંધપાત્ર વધારો આ ગાળામાં થયો છે. બીજી બાજુ એસબીઆઈની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં બેંકિંગ કૌભાંડોના અહેવાલ વચ્ચે ઘટીને ૨૨૪૧૮૫.૬૪ કરોડ થઇ ગઇ છે. મારુતિ સુઝુકીની માર્કેટ મૂડી ઘટીને ૨૭૬૦૫૪.૩૫ કરોડ થઇ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આઈટીની મહાકાય કંપની ટીસીએસ ફરીએકવાર પ્રથમ ક્રમાંકે પહોંચી છે જ્યારે આરઆઈએલ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા ક્રમાંકે છે. બીએસઈ સેંસેક્સમાં શુક્રવારે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ઉછાળો નોંધાયો હતો. આ સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૫૬૬ પોઇન્ટનો ઉછાળો થયો હતો જ્યારે નિફ્ટી ૧૪૯ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા.૧૫ :શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૨ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ઘટાડો થયો છે. કઈ કંપનીની મૂડી કેટલી ઘટી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

એસબીઆઈ

૭૬૭૫૩.૧૪

૨૨૪૧૮૫.૬૪

મારુતિ સુઝુકી

૨૦૯૬.૪૪

૨૭૬૦૫૪.૩૫

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

 

 

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૧૫ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૮ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે જંગી વધારો નોંધાયો છે. છેલ્લા સપ્તાહમાં ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાઈ ગયો છે. કઇ કંપનીની માર્કેટ મૂડી કેટલો વધારો થયો અને હવે માર્કેટ મૂડી થઇ તે આંકડો નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

ટીસીએસ

૩૮૫૩૪.૬૧

૬૦૩૧૯૨.૦૨

આરઆઈએલ

૧૮૪૩૩.૮૩

૫૯૪૭૨૮.૭૧

ઇન્ફોસીસ

૮૬૭૦.૯૪

૨૫૫૩૨૨.૯૬

એચયુએલ

૭૩૭૦.૨૨

૩૦૫૧૩૩.૬૨

ઓએનજીસી

૭૧૮૬.૬૧

૨૩૪૨૦૬.૬૪

એચડીએફસી

૧૮૪૩.૪૭

૩૦૮૪૬૧.૫૦

એચડીએફસી બેંક

૧૩૮૮.૩૭

૫૦૦૩૪૬.૩૮

આઈટીસી

૨૪૪.૦૮

૩૧૮૨૮૮.૦૧

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

 

 

(7:46 pm IST)