Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

સ્‍વરક્ષણના હેતુ સબબ પાકિસ્‍તાને બાબર ક્રુઝ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ

પાકિસ્‍તાનની સરકારે ગઇકાલે જમીન અને આકાશમાં દુશ્‍મન દેશ પર ટાર્ગેટ કરી એટેક કરવા સક્ષમ હોય તે પ્રકારના બાબર ક્રુઝ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ છે.

પાકિસ્તાનની સ્વદેશી બાબર ક્રુઝ મિસાઈલ હથિયારો લઇ જવામાં સક્ષમ છે. આ મિસાઈલની મારક ક્ષમતા 700 કિલોમીટર સુધીની બતાવવામાં આવી રહી છે.

આ મિસાઈલની સફળ પરીક્ષણ કરીને પાકિસ્તાન ની ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન (ISPR) ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાબર વેપન સિસ્ટમ એડવાન્સ એરોડાયનેમિક ઓછી ઉડાન વાળી મિસાઈલ છે. જે અલગ અલગ હથિયાર લઇ જવામાં સક્ષમ છે.

મિસાઈલ પરીક્ષણ પછી પાકિસ્તાની સેના ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાબર વેપન સિસ્ટમ જમીન અને આકાશ બંને જગ્યાઓ પર અચૂક નિશાનો લગાવવા માટે સક્ષમ છે. પાકિસ્તાની સેના ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જીપીએસ નેવિગેશન વગર પણ આ મિસાઈલ અચૂક નિશાનો લગાવવા માટે સક્ષમ છે.

આ મિસાઈલ પરીક્ષણ દરમિયાન પાકિસ્તાન સામરિક યોજના પ્રભાગ (SDP) મહાનિર્દેશક, વિજ્ઞાનિક, એન્જિનિયર અને સેનાના વરિષ્ટ અધિકારીઓ હાજર હતા.

(4:43 pm IST)