Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

દેશના લોકોની સલામતી માટે ન્‍યાયતંત્ર મજબૂત હોવું જરૂરી છે : જસ્ટિસ ચેલામેશ્વર

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ જસ્તી ચેલામેશ્વરે ભારતની ન્યાય વ્યવસ્થાને લઇ ચિંતા વ્યક્ત કરી છે. બાર એસોસીએશનની તરફથી આયોજીત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ન્યાય વ્યવસ્થાને નિષ્પક્ષ નહીં રહે તો દેશનો કોઇપણ નાગરિક સુરક્ષિત રહી શકશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જે લોકોની પાસે અપાર સત્તા આવે છે તે મોટાભાગે તેમાં સત્તાનો દુરૂઉપયોગની પણ પ્રવૃત્તિ હોય છે.

હાઇકોર્ટ બાર એસોસીએશન ઓફ નાગપુરની તરફથી 'રૂલ ઓફ લૉ એન્ડ રોલ ઓફ બાર' પર આયોજીત વાર્ષિક એનએલ બાલેકર વ્યાખ્યાનમાં જસ્ટિસ ચેલામેશ્વર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર હંમેશા આર્થિક લેવડ-દેવડથી જ જોડાયેલા નથી હોતો. જો તમે શોષિતોના પ્રત્યે અસંવેદનશીલ છો તો એ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. આપણી જવાબદારી છે કે આપણે દરેક નાગરિકના ગરિમાપૂર્ણ જીવન અને સ્વતંત્રતાના અધિકારની રક્ષા કરીએ.

ભારતમાં દોષિત ગણાવાનો દર માત્ર 5 ટકા છે, આ આંકડા પર જસ્ટિસ ચેલામેશ્વરે નિરાશા વ્યક્ત કરી. તેમણે તેના માટે સરકારી વકીલોને દોષિત ગણાવતા કહ્યું કે સરકારી વકીલ કેસનો પક્ષ વ્યવસ્થિત રીતે મૂકતા નથી. તેના લીધે દોષિત ગણાવાનો દર ખૂબ જ નીચો છે. તેમણે કહ્યું કે જો ન્યાયપાલિકા મજબૂ, દક્ષ અને જવાબદેહ નહીં હોય તો આ દેશમાં કોઇપણ વ્યક્તિ સુરક્ષિત રહી શકશે નહીં.

આપને જણાવી દઇએ કે જસ્ટિસ ચેલામેશ્વર અને સુપ્રીમ કોર્ટના બીજા ત્રણ વરિષ્ઠ જજોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની કાર્યપ્રણાલી અને ન્યાયપાલિકામાં વ્યાપેલા ભ્રષ્ટાચારને લઇ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આઝાદ ભારતમાં આવું પહેલી વખત થયં કે જ્યારે સુપ્રીમ કોર્ટના 4 જજોએ મીડિયાને સંબોધિક કર્યા હોય.

(12:46 pm IST)