Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ઓક્ટોબર મહિનામાં અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાના પુસ્તકનું વિમોચનઃ પૌત્રી દાદા હરિવંશરાય બચ્ચનના પગલે

મુંબઇઃ બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાનું પહેલુ પુસ્તક પેરાડાઈઝ ટોવર્સઓક્ટોબરમાં લોન્ચ થવા થઇ રહ્યું છે. શ્વેતાએ જણાવ્યું કે મારા મનમાં આ પુસ્તક લખવાનો ખ્યાલ એક દિવસ સવારે અચાનક આવ્યો અને આ મારા માટે સ્વભાવિક ન હતું. હું કલાકારના પરિવારથી જોડાયેલી છું. નાનપણમાં અમને ભણવાની પૂરી છૂટ આપવામાં આવતી હતી અને કલ્પના કરવાની પણ પૂરી છૂટ આપવામાં આવી હતી.

શ્વેતાએ જણાવ્યું કે તે પોતાનું પહેલું પુસ્તક પ્રકાશિત થવાના કારણે ખૂબ જ ખુશ છે પરંતુ દર્શકોની પ્રતિક્રિયા જાણવા માટે ઉત્સુક પણ છું. આ પુસ્તકને હોપર કલિંસ ઇન્ડિયા પ્રકાશિત કરવા જઈ રહ્યું છે. શ્વેતાના યુસ્તક લોન્ચીંગના સમયે આખું બચ્ચન પરિવાર ઉપસ્થિત હતું.

તમને જણાવી દઈએ કે શ્વેતા નંદાનો દીકરો હાલમાં ચર્ચામાં છે. ચર્ચામાં આવાનું કારણ તેની એક શોર્ટ ફિલ્મ છે. જે બિગ બી અને જાય બચ્ચનને ખૂબ પસંદ આવી છે. અગસ્તયા હાલમાં વિદેશમાં પોતાનો અભ્યાસ કરી રહ્યો છે. તેને ફિલ્મ મેકિંગમાં ખૂબ રૂચી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અગસ્ત્યાએ ફિલ્મની સ્ક્રીપ અને તેનું ડાયરેકશન જાતે જ કર્યું છે. ફિલ્મમાં તેણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ જાતે જ આપ્યું છે. બચ્ચન પરિવારમાં તે પહેલો ફિલ્મ મેકિંગમાં કામ કરશે. જયા બચ્ચનની ઈચ્છા હતી કે અભિષેક બચ્ચન ડાયરેકશનની ફિલ્ડમાં કામ કરે. પરંતુ તેમણે એક્ટિંગમાં કરિયર બનાવ્યું.

(8:09 pm IST)