Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ભાજપા વિરુદ્ઘ પીએમ મોદીના 'ડુપ્લીકેટ'અભિનંદન પાઠકે ઉમેદવારી નોંધાવી

હું રાફેલવાળો અને ખોટા વચનો આપનાર નથી, મારુ કામ સાચુ બોલવું અને સેવા કરવાનું છેઃ અભિનંદન પાઠક

લખનૌ, તા.૧૩: વિતેલા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખર પ્રશંસક રહી ચૂકેલ અને તેમનો આબેહૂબ ચહેરો ધરાવનાપ અભિનંદન પાઠકે ઉત્ત્।ર પ્રદેશની રાજધાની લખનૌ બેઠકથી લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. ભાજપા અને પીએમ મોદીના ભૂતપૂર્વ પ્રશંસક પાઠક કેન્દ્રીય મંત્રી અને ભાજપાના ઉમેદવાર રાજનાથ સિંહની વિરોધમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ પહેલા ઉત્ત્।ર પ્રદેશના રાજકારણમાં ચર્ચાઓ હતી કે, તેઓ વિવાદાસ્પદ સંગઠન ઉત્ત્।ર પ્રદેશ નવનિર્માણ સેનાના બેનર હેઠળ ચૂંટણી લડશે. 

અભિનંદન પાઠકનો ચહેરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળતો આવતો હોવાના કારણે તેઓ પહેલા પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. પરંતુ આ વખતે મોદી સરકારની સામે ચૂંટણી જંગમાં ઝંપલાવતા તેઓ વિશેષ આકર્ષણ બન્યા છે. શુક્રવારે પોતાની ઉમેદવારીની જાહેરાત કરતા પાઠકે પીએમ મોદી પર આરોપ લગાવ્યા હતા કે, હું ખોટા વાયદા કરનાર નથી, હું જૂઠ્ઠુ નથી બોલતો અને હું રાફેલ વાળો પણ નથી. મારુ કામ સાચુ બોલવાનું અને સેવા કરવાનું છે. તેમણે જણાવ્યું કે હું પીએમ મોદીનો પ્રશંસક હતો, તેમની સાથેની મુલાકાતમાં તેઓ મને ભેટ્યા હતા, પરંતુ તેમની સરકારે વચનો પાળ્યા નથી અને અસફળ નીવડી છે. આ જ કારણ છે કે હવે તેમની વિરુદ્ઘ ચૂંટણી લડવાનો મેં નિર્ણય લીધો છે. લોકોએ અચ્છે દિન માટે મોદી સરકારને જીતાડી હતી, પરંતુ સમય જતા પરસ્થિતિઓ વકરી હતી. હવે લોકોમાં મોદી સરકાર પ્રત્યે રોષ માત્ર છે. જેના પરિણામે ઘણી વાર લોકોના અપશબ્દોનો અને મારનો શિકાર બનું છું.

પોતાના સંબોધન દરમિયાન તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, એક સમય ચૂંટણી પ્રચારમાં ભાજપાએ મારો ખૂબ જ ઉપયોગ કર્યો હતો. ૨૦૧૫માં દિલ્હી વિધાનસભા ચૂંટણી અને ૨૦૧૭માં યૂપી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પીએમ મોદીની રેલીઓમાં તેઓ મુખ્ય આકર્ષણ બની રહ્યા હતા.  અભિનંદન આ પહેલા ૧૯૯૯માં લોકસભા અને ૨૦૧૨માં વિધાનસભા ચૂંટણી લડી ચૂકયા છે.

(11:29 am IST)