Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

પહેલા ચરણના મતદાન પછી રાજકીય પક્ષો ચિંતાતુર

ઓછુ મતદાન દરેક પક્ષને ડરાવે છેઃ હવે પછીના તબક્કામાં મતદાન વધારવાની કવાયતમાં ભાજપા

નવી દિલ્હી તા.૧૩: લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાન પછી રાજકીય પક્ષોના ધબકારા વધી ગયા છે. તેમની સૌથી મોટી ચિંતા ઘણી જગ્યાએ ધારણાથી ઓછું મતદાન અંગે છે. જો કે બધા પક્ષો પોત-પોતાના પક્ષે દાવો કરે છેે. ભાજપાએ ગુરૂવારે મોડી રાત સુધી દરેક બુથ અંગેની માહિતીઓ ભેગી કર્યા પછી દાવો કર્યો છે કે મતદાનનું રૂખ સરકારના પક્ષમાં છે. પહેલા તબક્કામાં વીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૯૧ બેઠકો માટે મતદાન થઇ ગયું છે.

ચંૂટણી પંચના શરૂઆતના આંકડાઓ પ્રમાણે મતદાન ૬૬ ટકાથી વધારે થયું હતું. જો કે આ અંગેનો ફાઇનલ આંકડો હજી આવવાનો બાકી છે. આંધ્ર પ્રદેશમાં તો મધરાત સુધી મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરાએ ૮૦ ટકાથી વધારે મતદાન કરવાનો પોતાનો પાછલો રેકોર્ડ પણ તોડયો હતો. જયારે યુપી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને બિહારમાં મતદાનનંુ રૂખ અલગ અલગ હતું. હવે બધા રાજકીય પક્ષો મતદાન અંગે લોકોના ઉત્સાહમાં ઘટાડાને જોઇને આગામી તબક્કાઓ માટે સતર્ક થઇ ગયા છે.

(10:31 am IST)