Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

રાષ્ટ્રપતિ શાસનના પડઘા :કૉંગ્રેસી નેતા ખડગે અને અહમદ પટેલ મુંબઈમાં: શરદ પવાર સાથે ચર્ચા કરશે

કોંગીના પૂર્વ સીએમ અશોક ચૌહાણે કહ્યું શિવસેના સાથે વૈચારિક મતભેદ છે પણ એનસીપી સાથે બધુ યોગ્ય છે.

મુંબઈ : મહારાષ્ટ્રમાંરાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયુ છે ત્યારે  કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ અને કેસી વેણુગોપાલ મુંબઈ પહોંચ્યા છે અને એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરશે

  મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અમે એનસીપી સાથે મજબૂતીથી ઉભા છીએ. સરકાર બનાવવાને લઈને શરદ પવાર સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક પછી નિર્ણય કરવામાં આવશે. શિવસેના સાથે વૈચારિક મતભેદ છે પણ એનસીપી સાથે બધુ યોગ્ય છે. અમને એ ખબર છે કે હાલના સમયે પ્રદેશમાં એક સ્થિર સરકારની જરુર છે.

  સૂત્રોના મતે સરકાર બનાવવા માટે શિવસેના સામે એનસીપીએ શરત રાખી છે. એનસીપી સરકારમાં 50-50 ફોર્મ્યુલાની માંગણી કરી રહી છે. જે પ્રમાણે અઢી-અઢી વર્ષ માટે સીએમ પદ પણ સામેલ છે. સરકારમાં 11 કેબિનેટ મંત્રીપદ માંગવામાં આવ્યા છે. બીજી તરફ કૉંગ્રેસે પણ સરકારમાં ભાગ બનવાની માંગણી કરતા સ્પીકર પદની માંગણી કરી છે.

(7:43 pm IST)