Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને સંસદની નાણાકીય બાબતોની સ્થાયી સમિતિમાં નિયુકત કર્યા

રાજયસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ નાયડુજીએ

નવી દિલ્હીઃ રાજયસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ પૂર્વ વડાપ્રધાન અને દિગ્જજ કોંગ્રેસી નેતા ડો.મનમોહન સિંહને નાણાકીય બાબતોની સ્થાયી સંસદિય સમિતિના સભ્ય તરીકે નિયુકત કર્યા છે. મનમોહન સિંહ તેમની જ પાર્ટીના નેતા દિગ્વિજય સિંહની જગ્યાએ આ પદભાર સંભાળશે

 જોકે, દિગ્વિજય સિંહને શહેરી વિકાસ બાબતોની સંસદિય સ્થાઈ સમિતિ માટે નિયુકત કરવામાં આવ્યા છે. રાજય સભા દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી છે

એક અંગ્રેજી સમાચારપત્રએ સુત્રોના હવાલેથી માહિતી આપતા કહ્યું કે, દિગ્વિજય સિંહએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને સ્થાન આપવા માટે નાણાકીય બાબતોની સ્થાયી સંસદીય સમિતિમાંથી રાજીનામું આપી દીધુ. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૧થી ૧૯૯૬ વચ્ચે દેશના નાણામંત્રી રહેલા ડો. સિંહે આ વર્ષે જૂનમાં રાજયસભામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ થતાં પહેલા સુધી સપ્ટેમ્બર ૨૦૧૪થી મે ૨૦૧૯ સુધી સંસદીય સમિતિના સભ્ય રહ્યા. આ વર્ષે ઓગસ્ટમાં મનમોહન સિંહ ફરી એક વખત રાજય સભા સાંસદ માટે નિયુકત થયાં. તેમના છેલ્લા કાર્યકાળમાં સમિતિમાં નોટબંધી અને વિચાર વિમર્શ માટે જીએસટી જેવા મુદ્દાઓ ઉઠાવ્યા. આ દરમ્યાન પૂર્વ પીએમ મનમોહન સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. .

(3:20 pm IST)