Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

તો...BSNL માં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે... એકી સાથે ૧ લાખ કર્મચારીઓ-અધિકારીઓ VRS લેશેઃ સરકારનો જબરો ટાર્ગેટ

રાજકોટમાં એક ડઝન કર્મચારીઓએ VRS માટે અરજી કરીઃ દેશભરમાં આ આંકડોઃ ૭પ હજારને વટાવી ગયો...

રાજકોટ તા. ૧ર : દેવામાં ડૂબેલા ભારત સંચાર નિગમ લીમીટેડ-બીએસએનએલ.ના દેશભરમાં અંદાજે ૭પ હજાર કર્મચારીઓ  - અધિકારીઓ - સ્વૈચ્છિક નિવૃતી યોજના-વીઆરએસ માટે અરજી કરી દિધી છે.

સતત દર મહિને પગારના ધાંધીયા... આંદોલનો બાદ ગયા મહિને મીટીંગ મળી હતી, અને તેમાં ઉપરોકત આ યોજના લવાઇ હતી.

બીએસએનએલ.ના ચેરમેન પી. કે. પુરવારે ગઇકાલે જણાવ્યું હતું કે, કુલ ૧ાા લાખમાંથી  ૧ લાખ કર્મચારી વીઆરએસ માટે યોગ્ય છે. આ માટે ૩ ડીસેમ્બર સુધી અરજી આપી શકાશે. અને યોજના ર૦ર૦-૩૧ જાન્યુઆરીથી લાગુ પડી જશે.

બીએસએનએલ.ના સુત્રોએ ઉમેર્યુ હતું કે આ વીઆરએસ સ્કીમ બાદ વહીવટી પ્રક્રિયા એકદમ કાર્યશીલ તથા ગામડાઓમાં ટેલીફોન એક્ષચેંજો માટે ઝડપી કાર્યવાહી થશે.

આ વીઆરએસ સ્કીમ બીએસએનએલના તમામ કાયમી તેમજ અન્ય કચેરીઓમાંથી  ડેપ્યુટેશન ઉપર આવેલા કે ગયેલા કર્મચારીઓને લાગુ પડી રહી છે.

એમટીએનએલ દ્વારા પણ આ સ્કીમ શરૂ કરાઇ છે.

હાલ ૭૦ હજારથી વધુ કર્મચારીઓએ વીઆરએસ માંગી લીધુ છે, આ આંકડો વધાશે, જો ૮પ હજાર કે એક લાખે પહોંચશે તો જબરો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે, વિશ્વની કોઇપણ કંપનીમાં એકી સાથે ૮પ હજાર કે ૧ લાખ કર્મચારીઓએ આજ સુધી વીઆરએસ લીધુ  નથી.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટના કુલ ૧ર૦૦ કર્મચારીઓમાંથી એક ડઝનથી વધુ કર્મચારીઓએ વીઆરએસ માટે અરજી કરી દીધી છે, આ આંકડો વધુ હોય શકે છે, તંત્ર હવે જાહેરાત કરશે.

(12:08 pm IST)