Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ફરી એકવાર અમેરિકા - રશિયા થયા આમને સામને : આંતરરાષ્ટ્રીય એર સ્પેસમાંથી પોતાના વિમાનોને અમેરીકાએ ગેરકાનૂની રીતે ખદેડ્યાનો રશિયાનો આરોપ : અમેરિકાએ કહ્યું ' એ પ્લેન અમારા આકાશમાં હતા - એટલે ખદેડ્યા'

અલાસ્કા : અમેરિકાનાં બે જેટ વિમાનોએ અલાસ્કાનાં કિનારે રશિયાનાં બોમ્બ વર્ષક વિમાનોની ઓળખ કરી હતી. રશિયાએ TU-95 બિયર બોમ્બર્સ અલાસ્કાનાં પશ્ચિમી કિનારા પર એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન જોનમાં ઉડ્યન કરતા જોવા મળ્યા હતા. ઘટના સવારે 10 વાગ્યાની છે. માહિતી નોર્થ અમેરિકાનાં એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડનાં પ્રવક્તાએ આપી હતી

એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રવક્તાએ જણાવ્યું કે, અલાસ્કાનાં NORAD F-22 લડાકુ વિમાનોએ રશિયાનાં બોમ્બ વર્ષક વિમાનોને જોયા હતા અને તેની ઓળખ કરી હતી. વિમાનોએ રશિયાનાં વિમાનોનો પીછો કર્યો હતો અને તેને ક્ષેત્રની બહાર ખદેડી દીધા હતા. વિમાન ત્યાર બાદ પરત ડિફેન્સ એરિયામાં પાછા ફર્યા નહોતા

રશિયાનાં સંરક્ષણ મંત્રાલયનાં હવાલાથી સમાચાર એજન્સી RIA કહ્યું કે, આંતરરાષ્ટ્રીય એરસ્પેસમાં રશિયાનાં વિમાનોનું બે F-22 વિમાનોએ પીછો કર્યો હતો. રશિયાની સેનાએ નિવેદનમાં કહ્યું કે, અમેરિકાનાં વિમાન રશિયાનાં વિમાનો કરતા 100 મીટરનાં અંતરે રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇરાનમાં કથિત રાસાયણીક હૂમલા બાદ અમેરિકા અને રશિયાનાંસંબંધોમાં ગરમી આવી ગઇ છે. બંન્ને વચ્ચે ફરીએકવાર કોલ્ડવોર ચાલુ થઇ ચુકી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, રશિયાની સાથેના સંબંધો હાલ સૌથી ખરાબ સમય ચાલી રહ્યા છે

(11:06 pm IST)