Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

બળાત્કાર બાદ છોકરીને જીવતી સળગાવાઇઃ દેશમાં એક સપ્તાહમાં રેપ-હત્યાની ત્રીજી ઘટના

ગૃહમંત્રી ભુપેન્દ્રસિંહના મતક્ષેત્રમાં ૬ મહિનામાં બળાત્કાર-હત્યાની આ ચોથી ઘટનાઃ દેશમાં ચિંતાજનક રીતે વધી રહેલું પ્રમાણઃ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન-દેખાવો

રાજકોટ, તા., ૧રઃ મધ્યપ્રદેશમાં એક યુવતી ઉપર બળાત્કાર ગુજારી જીવતી સળગાવી દેવાની ઘટના બની છે. ભારતમાં એક જ અઠવાડીયામાં આવી ત્રીજી ઘટના બનતા મહિલાઓમાં અસલામતીનું વાતાવરણ સર્જાયું છે.

આ ઘટના મધ્યપ્રદેશના સાગર જીલ્લાની છે જયાં ૧૬ વર્ષીય સગીરા ઉપર બળાત્કાર ગુજારી તેના જ ઘરમાં  કેોરોસીન છાંટી સળગાવી દવાઇ હતી. પોલીસની જાણકારી મુજબ ભોગ બનનારે સગીરાએ હુમલાખોરને કહયું હતું કે, તે બળાત્કારની વાત તેના પરીવારજનોને કહી દેશે. આમ કહેતા તેને પતાવી દેવામાં આવી હતી.

સાગર જીલ્લાના વાંદરી પોલીસ મથકના પ્રભારી કમલ ઠાકુરે સ્થાનીક પત્રકાર સુરેહ નિયાજીને જણાવ્યું કે, છોકરીનો પરિવાર ઘટના વખતે બહાર હતો. આરોપીઓને પકડીને પુછતાછ કરવામાં આવી રહી છે. જે વિસ્તારમાં ઘટના બની છે તે ગૃહમંત્રી ભુપેન્દ્રસિંહનો મત વિસ્તાર છે. છેલ્લા ૬ મહિનામા઼ આ વિસ્તારમાં જ આવી ચોજી ઘટના છે આવી જ બે ઘટના ચાલુ અઠવાડીયામાં ઝારખંડમાં પણ બની છે. ત્યાં ૧૭ વર્ષીય છોકરીએ લગ્નનો ઇન્કાર કરી દેતા તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ યુવતી હજુ પણ હોસ્પીટલમાં સારવાર લઇ રહી છે. બીજા એક મામલામાં ૧૬ વર્ષીય છોકરીના પરીવારે તેના પર બળાત્કાર થયાની ફરીયાદ નોંધાયા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી.

બળાત્કારની ઘટનાને લઇને દેશભરમાં લોકોનો ગુસ્સો ભડકયો છે અને જગ્યાએ જગ્યાએ વિરોધ પ્રદશર્નો થઇ રહયા છે   ભારતમાં બળાત્કારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. (૪.૨૨)

(3:43 pm IST)