Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કર્ણાટકમાં વરસાદ-આંધી-તોફાનનાં એલર્ટ વચ્ચે મતદાનઃ સવારથી તડકો

ગઇકાલે બેંગલુરૂમાં જબરદસ્ત વરસાદથી અનેક ઘરોમાં પાણી ઘુસ્યા હતાઃ આજે શહેરની બહારના એરપોર્ટ તરફના અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના વાવડ

 નવી દિલ્હીઃ કર્ણાટકના લોકો આજે ઉત્સાહ ભેર મતદાન કરી રહયા છે તેવામાં કેટલીક જગ્યાઓએ વરસાદ અને આંધીના એલર્ટ અપાયું છે. આ દરમિયાન હવામાન ખાતા  દ્વારા જાહેર કરાયેલ ચેતવણી મુજબ આજે સાંજ સુધીમાં કર્ણાટક અને તેની  આસપાસના કેટલાક રાજયોના અમુક વિસ્તારમાં જોરદાર આંધી સાથે ભારે વરસાદની સંભાવના છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ કર્ણાટકના તટવર્તીય વિસ્તારોમાં પણ વરસાદ થશે. આજે સવારે બેંગલુરૂના બહારના એરપોર્ટ તરફના અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના સમાચારો પણ મળ્યા છે.

આ ઉપરાંત આવું વાતાવરણ ૧૪મી સુધી રહેેશે. કર્ણાટકના અંદરના વિસ્તારોમાં પણ ધડાકા- ભડાકા સાથે વરસાદ પડશે. સાથો- સાથ ગુરૂવારે હવામાન ખાતા દ્વારા કરાયેલ આગાહી મુજબ આજે શનિવારે બપોરબાદ દક્ષીણ ભારતના મોટા ભાગના રાજયોમાં વરસાદની સંભાવના દર્શાવી હતી. જયારે યુપી, એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં શુક્રવારે રાત્રે જોરદાર આંધી અને વરસાદ પડેલ.

હવામાન વૈજ્ઞાનીકો મુજબ કર્ણાટકના કોડગુ, હસન, ચિકમંગલુરૂ અને શિવામોગા સહીત આખા મલનાડ વિસ્તારમાં ૬૪ મીમી સુધી વરસાદની સંભાવના છે. બેંગલુરૂમાં ગઈકાલે રાત્રે જબરદસ્ત વરસાદ પડતા કેટલાય ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.

કર્ણાટક અને આસપાસના રાજયોમાં ૧૫મીએ જબરદસ્ત ધુળની આંધી આવવાની શકયતા પણ હવામાન ખાતાએ દર્શાવી છે. તે જ દિવસે કર્ણાટકમાં મતગણતરી થનાર છે. તે દિવસે તાપમાન લગભગ ૪૪ ડિગ્રી આસપાસ રહેશે પણ હવામાન બદલાતા તેમાં ૩ ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છ તેમ હવામાન વૈજ્ઞાનિકોએ જણાવેલ છે.

જો કે ચૂંટણીનાં એક દિવસ પહેલાં કર્ણાટકમાં હવામાને કંઈક નવું જ સ્વરૂપ ધારણ કરેલ. શુક્રવારનાં રોજ બેંગલુરૂનાં ચર્ચ સ્ટ્રીટ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ જવાથી  રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતા. જેને લઈને ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ગઈકાલે  બપોરે એવું જણાવેલ કે દક્ષિણ કર્ણાટકનાં કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે અને ઉત્તરી કર્ણાટકમાં હવામાન સામાન્ય રહી શકે છે. ત્યાં જ રાજધાની બેંગલુરૂમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.(૩૦.૮)

(3:31 pm IST)