Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કર્ણાટકમાં મતદાન બાદ યુપીમાં રાજકીય સર્જરી

ભાજપ યુપી પર ધ્યાન કેન્દ્રિત કરશેઃ મોટા નિર્ણયો લેવાશેઃ સરકાર તથા સંગઠનમાં ધરખમ ફેરફારો થશેઃ ર૦૧૯ ની તૈયારી

લખનૌ તા. ૧ર :.. કર્ણાટકમાં મતદાન ચાલી રહ્યું છે, ૧પ મીએ પરિણામો આવનાર છે. આ રાજય બાદ ભાજપ યુપીમાં મોટા ઓપરેશનો આદરે તેવા સંકેત મળે છે.

 

યુપીમાં અખિલેશ-માયાવતીએ ભાજપની ઊંઘ હરામ કરી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે અહીં મોટી સર્જરી થનાર છે. સૂત્રો કહે છે કે ઉત્તર પ્રદેશમાં પ્રારંભે યોગી સરકાર અને સંગઠનમાં ધરખમ ફેરફારો થશે. બાદમાં માયા-અખિલેશના ગઠબંધનને ભરી પીવા રણનીતિ પૂર્વક ભાજપ આગળ વધશે.

 

(7:54 pm IST)