Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કર્ણાટકમાં કોંગ્રેસ ૧ર૦ બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મેળવશેઃઅહેમદભાઇ પટેલ

રાજકોટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદભાઇ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કર્ણાટકમાં અમે ફરીથી સત્તા મેળવીશું. અમને ૧૧પ થી ૧ર૦ બેઠકોની સાથે સ્પષ્ટ બહુમતી મળશે જયારે ભાજપને ૬પ થી વધુ બેઠકો મળશે નહીં.

અહેમદભાઇએ કહ્યું કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ સંપૂર્ણ બહુમતી મેળવશે. અમે લગભગ ૧ર૦ બેઠકો મેળવીશું. રાજયમાં કોંગ્રેસનો અભુતપુર્વ વિજય થશે.

એમણે કહ્યું કે અમે વિકાસનો વિરોધ નથી કરતા, પણ એની સાથે ખેડૂતોના હિતો પણ સાચવવા જોઇએ. બંનેમાં સમતોલન હોવું જોઇએ. ભાજપ સરકાર ફકત ઉદ્યોગોને મહત્વ આપી રહી છે. એ પણ આવશ્યક છે પણ એના માટે ખેડૂતોના હિતોને અવગણી શકાય નહીં.

(11:45 am IST)