Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

લંડનમાં ૧૬ વર્ષય તરૂણને સિગારેટ પેકેટ વેચવાની ના પાડનાર ગુજરાતી વેપારી વિજયકુમાર પટેલની હત્‍યાઃ કોર્ટ કેસમાં વધુ સુનાવણી માટે ૭ સપ્‍ટેં.ની તારીખ નક્કી થઇ

લંડનઃ લંડનમાં ૧૬ વર્ષીય સગીર તરૂણને સિગારેટ પેકેટ આપવાની ના પાડનાર ગુજરાતી મૂળના વ્‍યાપારી ૪૯ વષી૪ય વિજયકુમાર પટેલને માર મારી હત્‍યા કરનાર તરૂણ સામેનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે.

૬ જાન્‍યુ.ના રોજ બનેલી આ ઘટનાના CCTV ફુટેજના આધારે આરોપી વિરૂધ્‍ધ કરાયેલા કેસમાં બચાવી પક્ષના વકીલે સ્‍વબચાવ માટે હુમલો કર્યાની દલીલ કરી હતી.

પરંતુ ઘ્‍ઘ્‍વ્‍સ્‍ ફુટેજના આધારને માન્‍ય રાખી કોર્ટએ આ બચાવ માન્‍ય રાખ્‍યો નહોતો. તથા જણાવ્‍યું હતુ ંકે મૃતકએ કાયદાનું પાલન કરવા જતા જાન ગુમાવ્‍યો છે. આ અંગે વિશેષ સુનાવણી ૭ સપ્‍ટેં.ના રોજ થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:04 pm IST)