Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

યુ.એસ.સેનેટ મેજોરીટી લીડરના ‘‘ચિફ ઇકોનોમિક પોલીસી કાઉન્‍સેલ'' તરીકે ઇન્‍ડિયન અમેરિકન એટર્ની શ્રી જય ખોસલાની નિમણુંક

વોશીંગ્‍ટનઃ યુ.એસ.સેનેટના મેજોરીટી લીડર મિચ એમ્‍સીકોન્‍નેલએ ૨૮ જુનના રોજ કરેલી નિમણુંક મુજબ ઇન્‍ડિયન અમેરિકન એટર્ની શ્રી જય ખોસલા તેમની ઓફિસમાં ચિફ ઇકોનોમિક પોલીસી કાઉન્‍સેલ તરીકે કામગીરી સંભાળશે.

હાલમાં શ્રી ખોસલા સેનેટ ફાઇનાન્‍સ કમિટીમાં સ્‍ટાફ ડીરેકટર તરીકે જવાબદારી સંભાળે છે. તેમની ટેકસ માળખાને લગતી, વ્‍યાવસાયિક તેમજ બેંકીંગ ક્ષેત્રને લગતી જાણકારીને ધ્‍યાને લઇ તેમને ઉપરોક્‍ત જવાબદારી સોપવામાં આવી છે. જેનો અમલ ૯ જુલાઇથી છે.

શ્રી ખોસલાની ઉપરોક્‍ત મહત્‍વના હોદા ઉપર નિમણુંકને રિપબ્‍લીકન અગ્રણી સેનેટ મેમ્‍બર્સએ આવકારી છે. તથા તેમના જ્ઞાન અને અનુભવનો દેશને લાભ મળશે તેમ જણાવ્‍યું છે.

શ્રી ખોસલા વર્જીનીઆના વતની છે. તેમણે વર્જીનીઆ કોમનવેલ્‍થ યુનિવર્સિટીમાંથી બેચલર તથા માસ્‍ટર ડીગ્રી મેળવેલી છે.

 

(9:57 pm IST)