Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

શરાબના નશામાં નિષ્‍ઠુર બન્યો બાપઃ પત્ની સાથે ઝઘડો કર્યા બાદ ગુસ્સો શાંત ન થતા ૩ વર્ષના દિકરાને બેફામ માર માર્યો

હૈદરાબાદઃ હૈદરાબાદમાં એક વ્યક્તિએ શરાબના નશામાં પહેલાં પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો અને પછી પણ તેનો ગુસ્સો શાંત ન થયો તો પોતાના 3 વર્ષના દીકરાને પટકી પટકીને માર્યો. વીડિયોમાં આ સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ વીડિયોમાં દેખાય છે કે ગુસ્સે ભરાયેલો પિતા માતાના ખોળામાંથી બાળકને છિનવીને ઓટો સામે પટકી પટકીને મારે છે. 

માર પડવાને કારણે બાળક ચીસો પાડવા લાગે છે પણ તેની ચીસો ગુસ્સાને ઓછો નથી કરી શકતી. વીડિયોમાં જોઈ શકાય છે કે જે સમયે વ્યક્તિ બાળકને માર મારી રહી હોય છે ત્યારે બાળકની માતા તેમજ પાડોશીઓ તેને બચાવવાનો પ્રયાસ કરે છે. લોકોના સમજાવ્યા પછી પણ વ્યક્તિ બાળકને ઢોર માર મારે છે. 

મામલો સામે આવ્યા પછી પોલીસે આ વ્યક્તિ વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 324 અંતર્ગત મામલો રજિસ્ટર્ડ કર્યો છે. આ બાળકને બાળ કલ્યાણ સમિતીને સોંપી દેવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ વ્યક્તિ હજી પણ ફરાર છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપીની બહુ જલ્દી ધરપકડ કરી લેવામાં આવશે.

(5:56 pm IST)