Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સુપ્રીમ કોર્ટે પેટ્રોલીયમ મંત્રાલયને ખખડાવતા કહ્યું કે શું તમે ખુદને ભગવાન ગણો છો ?

નવી દિલ્હીઃ. પેટ કોકની આયાત પર રોક સંબંધી મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પેટ્રોલીયમ મંત્રાલયને ખખડાવી નાખ્યુ હતું. જસ્ટીસ લોકુર અને જસ્ટીસ ગુપ્તાની ખંડપીઠે આકરૂ વલણ લેતા પૂછયુ હતુ કે શું મંત્રાલય ખુદને ભગવાન સમજે છે કે સર્વોચ્ચ સરકાર માને છે ? શું તે એવુ વિચારે છે કે, ખાલી બેઠેલા જજ તેમની દયા પર જીવે છે ? અમને જણાવો કે મંત્રાલયનો દરજ્જો શું છે ? આખરે તે કોઈ આદેશનું પાલન કેમ નથી કરતા ? શું તેઓ વિચારે છે કે સુપ્રીમ કોર્ટના બેરોજગાર જજ તેઓને સમય આપશે ? આવુ કહીં કોર્ટે ઢીલાશ દાખવવા પર પેટ્રોલીયમ મંત્રાલય ઉપર ૨૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો

(11:29 am IST)