Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મોનસુન સત્રમાં મોદી સરકાર વિરૂધ્ધ આવશે અવિશ્વાસ પ્રસ્તાવ?

ટીડીપી હજુ પણ નારાજ : વિપક્ષી એકતા સફળ થશે તો પ્રસ્તાવ અંગે વોટિંગ કરાવાશેઃ બજેટ સત્રમાં કોંગ્રેસ, ટીઆરએસ, એનસીપી સહિત અનેક વિપક્ષી દળોએ વિફળ પ્રયત્નો કર્યા હતા

નવી દિલ્હી, સંસદનું મોનસુન સત્ર આવતા સપ્તાહે ૧૮ જુલાઇથી શરૂ થઇ રહ્યું છે. સૌથી મોટો પ્રશ્ન આ સત્ર અંગે એ જ ઉઠી રહ્યો છે કે શું તેમા મોદી સરકાર વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લવાશે કે નહી? છેલ્લા બજેટસત્રમાં વિવિધ વિપક્ષી દળો દ્વારા અનેકવાર અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી પરંતુ એક વાર પણ આ પ્રસ્તાવ સદનમાં રાખવામાં આવ્યો નથી. આ સત્રમાં જો હોબાળો અટકશે અને વિપક્ષીદળોએ એકઝુટતા દેખાડી તો અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને તેના પર ચર્ચા અને વોટિંગ કરાવાશે.

ટીડીપી અને કોંગ્રેસ એ વાતનો સંકેત આપી ચુકી છે કે તે આ પ્રસ્તાવને સત્ર દરમ્યાન સદનમાં લાવી શકાય છે. આંધ્રપ્રદેશને વિશેષ રાજયનો દરજજો ન આપવાથી નારાજ ટીડીપી અને વાઇએસઆર કોંગ્રેસ બજેટ સત્રમાં અનેકવાર તે પ્રસ્તાવ લાવવાના પ્રયત્નો કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ, ટીઆરએસ એનસીપી સહિત અનેક વિપક્ષદળોએ છેલ્લા સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના સફળ પ્રયત્નો કરી ચુકયા છે.

બજેટ સત્રના બીજા ભાગમા ટીડીપીએ જોર-શોરથી આંધ્રપ્રદેશને વિશેષ રાજયનો દરજજો આપવાની માંગ ઉઠાવી હતી એ જ કારણ હતુ કે રાજયસભાનાં ફકત ૪પ કલાક સુધી કામકાજ થઇ શકયું. જયારે ૧૨૪ કલાક હોબાળાની ભેટ ચડી ગયું. આ વખતે ટીડીપી પોતાના માર્ગોને ઉઠાવા માટે તૈયાર છે.

કોંગ્રેસ દ્વારા પણ મોનસુન સત્રમાં કેન્દ્રસરકાર વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના સંકેત આપવાના આવ્યા છે કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંધવીએ કહ્યુ કે એવા અનેક મુદા છે જેના પર સામુહિક રૂપે નિર્ણય કરી શકાય છે.

સિંધવીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર નબળી અર્થ વ્યવસ્થા, બેરોજગારી, ખેડૂત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા અનેક મુદા છે. જેના પર સરકારે જવાબ આપવો પડશે.

તેથી સરકારે આ દરેક મુદા પર અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર રહેવું જોઇએ. પરંતુ તે એક સામુહિક નિર્ણય હશે. (૨૩.૪)

(11:17 am IST)