Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

વિદેશની ધરતી ઉપર વતનનું નામ રોશન કરી રહેલા NRI સમુહ માટે હું ગૌરવ અનુભવું છું : અમેરિકાના કેલિફોર્નિયામાં સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજના ઉપક્રમે યોજાયેલા ત્રિદિવસિય સમારોહમાં શ્રી નરેન્દ્ર મોદીનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદબોધન

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજના ઉપક્રમે યોજાયેલા ત્રિદિવસિય આંતરરાષ્ટ્રિય સંમેલનને ૬ જુલાઇ ૨૦૧૮ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી ઉદબોધન કરી શુભેચ્છા પાઠવી હતી.

તેમણે જણાવ્યું હતું કે વિદેશની ધરતી ઉપર વતનનું નામ રોશન કરવા બદલ પટેલ સમાજ માટે દેશ ગૌરવ અનુભવે છે. તેમણે દર વર્ષે ઓછામાં ઓછા પાંચ પરિવારોને ભારત દર્શન માટે મોકલવા અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યુ હતું કે ભારત દેશ દ્વારા થઇ રહેલો આર્થિક વિકાસ તથા પ્રમાણિક અને પારદર્શક વહીવટ વિશ્વમાં શાઇનીંગ સ્ટાર સમાન ઝળહળી રહ્યો છે. સરકાર દ્વારા સ્વચ્છ ભારત માટે ચલાવાઇ રહેલા અભિયાન તથા ભ્રષ્ટાચાર નાબુદીના પ્રયત્નો ફળદાયી બની રહ્યાં છે. મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરાશે. તથા ૨ ઓકટો. ૨૦૧૮ના રોજ ગાંધીની ૧૫૦ની જન્મજ્યંતિ ઉજવાશે.

(1:07 pm IST)