Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

યુ.એસ.માં છ ગામ સમાજના ઉપક્રમે સમર પિકનીકઃ ૧૫ જુલાઇના રોજ વસો સમાજ ઓફ ન્‍યુજર્સી તથા ૨૮ જુલાઇના રોજ નડીયાદ ગામ ન્‍યુજર્સીના ઉપક્રમે યોજાનારી પિકનિકમાં આખો દિવસ આનંદ,પ્રમોદ તથા સ્‍વાદિષ્‍ટ ભોજનનું આયોજન

ન્‍યુજર્સીઃ યુ.એસ.માં વસો સમાજ ઓફ ન્‍યુજર્સીના ઉપક્રમે ૧૫ જુલાઇ ૨૦૧૮ના રોજ સમર પિકનિકનું આયોજન કરાયું છે.

જોનસન પાર્ક,ગ્રોવ ૫, રિવર રોડ, પિસ્‍કાટા વે, ન્‍યુજર્સી મુકામે છ ગામ સમાજ આયોજીત આ પિકનિકમાં આખો દિવસ આનંદ પ્રમોદ તથા સ્‍વાદિષ્‍ટ ભોજનનો આનંદ માણવા શ્રી અનિલ પટેલ ૯૦૮-૬૧૯-૪૨૬૧, શ્રી અનુજ પટેલ ૨૬૭-૪૯૫-૯૦૭૩ અથવા શ્રી રાજ પટેલનો ૭૩૨-૨૬૧-૮૯૭૦ દ્વારા સંપર્ક સાધવો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉપરાંત આગામી ૨૮ જુલાઇ ૨૦૧૮ રોજ નડીયાદ ગામ ન્‍યુજર્સીના ઉપક્રમે સમર પિકનિકનું આયોજન કરાયું છે. જોનસન પાર્ક ગ્રોવ ૫ પિસ્‍કાટા વે ન્‍યુજર્સી મુકામે આખો દિવસ આનંદ પ્રમોદ તથા સ્‍વાદિષ્‍ટ ભોજન સાથે વીતાવવા શ્રી દિપલ પટેલ (CGPS સેક્રેટરી)૭૩૨-૩૭૧-૩૭૬૯ અથવા શ્રી પાર્થ પટેલ ૯૦૮-૩૮૦-૫૦૨૮નો સંપર્ક સાધવો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:51 pm IST)