Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જાપાનમાં ભારે વરસાદને કારણે ૧૦૦ના મોત : ૨૦ લાખ લોકોનું સ્થળાંતર કરાયું

હિરોશિમા તા. ૯ : જાપાન સરકારે તેના નિવેદનમાં જણાવ્યું છે કે, ગત કેટલાક દિવસોથી સતત વરસી રહેલા મૂશળાધાર વરસાદને કારણે અત્યાર સુધીમાં ૧૦૦ લોકોના મોત થયાની આશંકા વ્યકત કરવામાં આવી છે.

જાપાનના વડાપ્રધાને આ વિપરિત સમયને 'સમય સાથે યુદ્ઘ' તરીકે ગણાવી છે. તેમણે જણાવ્યું કે, દરેક વિતી રહેલી ક્ષણ સાથે મુશ્કેલી વધી રહી છે. ભારે વરસાદ વચ્ચે આજે કયુશુ અને શિકોકુ આઈલેન્ડ માટે નવી ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાના વડાપ્રધાને જણાવ્યું કે, લોકોનો જીવ બચાવવો અને તેમનું સ્થળાંતર કરવું એ સમય સામે લડાઈ લડવા સમાન છે.

મુખ્ય કેબિનેટ સચિવ યોશિદી શુગાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ૮૭ લોકોના માર્યા ગયાની સત્ત્।ાવાર પુષ્ટિ કરવામાં આવી છે. જયારે ૧૩ લોકો લાપતા થયા છે. જેની કોઈ માહિતી નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, રાહતકાર્યમાં ૪૦ જેટલા હેલિકોપ્ટર કામે લગાડવામાં આવ્યા છે. વરસાદને કારણે પશ્યિમ જાપાનમાં સ્થિતિ સૌથી ખરાબ છે. કેટલાક ગામડાઓ સંપૂર્ણપણે પાણીમાં ડુબી ગયા છે. જયાં લોકો તેમના ઘરની છત પર આશ્રય લેવા મજબૂર થયા છે.(૨૧.૩૧)

(4:02 pm IST)