Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ભાજપના ૧૫૦થી વધુ સાંસદોનુ પત્તુ કપાશેઃ સુષ્મા, મુરલી જોશી, ઉમા વગેરેને ટીકીટ નહિ મળે!

ભાજપે ઉમેદવારો પસંદ કરવાની કવાયત શરૂ કરીઃ અડવાણી અંગે સસપેન્સ

નવી દિલ્હીઃ તા.૯, આવતા વર્ષે યોજાનાર લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા ર્સીીનીયર નેતા સહિત લગભગ ૧૫૦ ચાલુ સાંસદોની ટીકીટ કપાઇ શકે તેવા  એંધાણ છે. ૨૦૧૯ની ચુંટણી માટે ભાજપ આશંકીત છે. એટલુ જ નહિ ભાજપ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, ઉમાભારતી, રાધા મોહન સિંહ અને કેટલાય મંત્રીઓને પણ ટીકીટ નહિ આપે જો કે ટીકીટ ન દેવા પાછળ અલગ-અલગ કારણો દેવામાં આવી રહયા છે.

 

 વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની  ટીકીટ બીમારીના નામે જયારે  પાણી પુરવઠા મંત્રી ઉમા ભારતી, કૃષિ મંત્રી રાધા મોહનસિંહ તથા લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સામેથી ચુંટણી લડવાની ના પાડે છે. પાર્ટીના વરીષ્ઠ નેતા મુરલી મનોહર જોષી ઝારખંડની ખુંટી બેઠકથી  કરીયા મુંડા, શાંતાકુમાર અને બી.સી. ખંડુરીને ઉમરનું કારણ ધરી ટીકીટ નહિ આપવામાં આવે.

 

 ખાસ વાત એ છે કે ભાજપના જે મોટા માથાઓના નામ કાપવાની વાત આવી છે તેમાં યુપી,  બિહાર અને મધ્યપ્રદેશના  કેટલાય મોટાનામ સામેલ છે. યુપીમાં ઉમા ભારતી અને મુરલી મનોહર જોષી જેવા કદાવર નેતા છે તો બિહારથી સાંસદ કૃષિ મંત્રી રાધા મોહનનું નામ પણ છે. જયારે સુમિત્રા મહાજન મધ્યપ્રદેશ સાથે સંબધ છે. જયાં આ વર્ષના અંતમાં જ ધારાસભાની ચુંટણી યોજવાની છે.

 આવનારી  લોકસભાની ચુંટણી માટે હિંદી ચેનલના સર્વે મુજબ નરેન્દ્રભાઇ ફરી વડાપ્રધાન બની શકે છે. દેશની કુલ ૫૪૩ બેઠકોમાંથી  એનડીએને ૨૪૭, કોંગ્રેસને ૧૬૪ અને અન્યોને ૧૦૫ બેઠકો મળવાનું અનુમાન છે. સર્વે મુજબ ભાજપ એકલા હાથે બહુમતી નહિ મેળવી શકે. યુપીએને ૧૦૪ બેઠકોનો ફાયદો થવાની શકયતા છે.

 જો કે ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અંગે સસ્પેન્સ છે. તેમની ટીકીટ કપાશે કે નહિ તે અંગે કોઇ ચર્ચા નથી. પટણાથી શત્રુદન સિંન્હા તથા દરભંગાથી કિર્તિ આઝાદની ટીકીટ કપાઇ શકે છે. આ યાદીમાં અડધો ડઝન યુવા મંત્રીઓ પણ હોય શકે છે.

 ભાજપે ટીકીટ કાપવા અંગે આરએસએસ સાથે પણ ચર્ચા કરી હતી અમિતભાઇએ પહેલા ૨૦૦ સાંસદોને રીપીટ ન કરવા પ્રસ્તાવ કરેલ જે બાદમાં ૧૫૦  કરવામાં આવેલ. ભાજપ નમો એપ તથા ઘણા બિન સરકારી સંગઠનોના માધ્યમ દ્વારા સાંસદોના કાર્યનું મુલ્યાકંન કરી રહયું છે. કેટલાક સાંસદોને સારીરીતે કામ કરવા ચેતવણી પણ અપાઇ છે. આસામ, ઓડીશા, પ્રશ્ચિમ બંગાળમાં બેઠકો વધારવા ભાજપ પ્રયત્ન કરી રહયું છે. (૪૦.૨)

(4:00 pm IST)