Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ઉદ્યોગજગતને રાહત... રિવર્સ ચાર્જ મેકેનિઝમ સમાપ્ત થશે

જીએસટી કાઉન્સીલના મંત્રીસમૂહે કરી ભલામણઃ ૨૧મીની બેઠકમાં નિર્ણયની શકયતાઃ હાલ ૩૦ સપ્ટે.સુધી આ ચાર્જ ટળ્યો છે પણ હવે સમાપ્ત થશેઃ ડિજિટલ પેમેન્ટ પર GSTમાં ૨ ટકા છુટના પ્રસ્તાવ અભેરાઇએ મૂકી દેવાશે

નવી દિલ્હી તા.૯: ઉદ્યોગ જગત માટે મોટી રાહતના એક સમાચાર છે જીએસટી કાઉન્સીલના અમુક મંત્રીઓએ રીવર્સ ચાર્જ મીકેનીઝમ બંધ કરવાની ભલામણ કરી છે. બિહારના નાયબ મુખ્ય મંત્રી સુશીલ મોદીની અધ્યક્ષતામાં પ્રધાનોના એક સમુહનું કહેવું છે કે આરસીએમની જોગવાઇ વાળી સીજી એસટી કાયદાની કલમ ૯(૪)ને રદ કરી તેની જગ્યાએ એક નવી કલમ બનાવી રજીસ્ટર્ડ વેપારીઓમાંથી કઇ શ્રેણીના વેપારીઓ પર આરસીએમ લાગુ કરવો તે નક્કી કરવાનો અધિકાર જીએસટી કાઉન્સીલને આપવો જોઇએ. બીજા એક પ્રધાનોના સમુહે મોદી સરકારના ડીઝીટલ પેમેન્ટ પર બે ટકા છુટ દેવા બાબતના લોભામણા પ્રસ્તાવને  પણ બંધ કરવાની ભલામણ કરી છે.

જીએસટી કાઉન્સીલે બંન્ને વિષયો પર વિચાર કરવા સુશીલ કુમાર મોદીની અધ્યક્ષતામાં બે અલગ અલગ મંત્રી સમુહોની રચના કરી હતી. રવિવારે બંન્ને મંત્રી સમુહોની બેઠક થઇ હતી જે ઉપરોકત ભલામણો કરવાનો નિર્ણય લેવાયો હતો.

મોદીએ કહ્યું હતું કે મંત્રી સમુહ પોતાની ભલામણોને હવે ૨૧ જુલાઇએ વીડીયો કોનફરન્સીંગ દ્વારા મળનારી જી એસ ટી કાઉન્સીલની બેઠકમાં મુકશે. કાઉન્શીલ આ બાબતે અંતિમ ફેંસલો લેશે. આર સીએમ બાબતે મંત્ર્ી સમુહની ભલામણ મહત્વ પૂર્ણ છે કેમકે આરસીએમને લીધે ઉદ્યોગ જગત પરેશાન છે. એટલા માટેજ તેને કાર્યાન્વિત કરવાનું હાલમાં ૩૦ સપ્ટેમ્બર સુધી રોકી દેવાયું છે સીજીએસટી અને એસજીએસચટી કાયદાની કલમ ૯(૪) હેઠળ રીવર્સ ચાર્જ મીકેનીઝમની જોગવાઇ છે પણ તેના અમલ સામે નાના મોટા બધા વેપારીઓને વાંધો છે.

આ કારણે જે જીએસટી કાઉન્સીલે તેનો અમલ કરવાનુ ૩૦ સપ્ટેમ્બર સુધી ટાળ્યું છે. રિવર્સ ચાર્જ મીકેનીઝમ શું છે?

સીજીએસટી અને એસજી એસટી કાયદાની કલમ ૯(૪)અને આઇજીએસટી કાયદાની કલમ ૫(૪)હેઠળ રિવર્સ ચાર્જ મીકેનીઝમની જોગવાઇ છે. જે પ્રમાણે જો કોઇ રજીસ્ટર્ડ વેપારી કોઇ અન રજીસ્ટર્ડ વેપારી પાસેથી ૫૦૦૦ રૂપિયાથી વધારેનો સામાન અથવા સેવા ખરીદે તો તેના પર થતો જીએસટી ભરવાની જવાબદારી રજીસ્ટર્ડ વેપારીની છે. એણે પોતાના ખાતામાં તેને જમા કરીને જીએસટી ચુકવવાનો રહેશે. એ વાત અલગ છે કે પછી તેને આની ઇનપુટ ટેક્ષ ક્રેડીટ મળી શકશે.

(11:38 am IST)