Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, કોંકણ-ગોવા તથા કર્ણાટકમાં ૪-૫ દિવસ ભારે વરસાદની આગાહી : હવામાન ખાતુ

ગુજરાત, મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં પણ આજે ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી, તા. ૯ : હવામાન ખાતાએ એલર્ટ જાહેર કરેલ. જેમાં આવનાર ૪-૫ દિવસમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, કોંકણ-ગોવા તથા કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. અનુમાન મુજબ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના ત્રણ જિલ્લાઓ ચમોલી, પૌડી અને રૂદ્રપ્રયાગ જયારે કુમાઉ વિસ્તારના પિથૌરગઢ, નૈનીતાલ અને ચંપાવત જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

આ પહેલા પણ હવામાન વિભાગે ૯મીએ ઉત્તરપ્રદેશમાં જયારે ૧૦-૧૧ દરમિયાન પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં સારા વરસાદની આગાહી કરેલ. હવામાન ખાતા મુજબ કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પણ મુશળધાર વરસાદ વરસવાનું જણાવાયેલ.

મહારાષ્ટ્રમાં મુંબઈમાં આજે પણ વરસાદનું એલર્ટ છે. આ સિવાય ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપ્યુ છે.

ઉપરાંત વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા અને ઉત્તરી તટીય આંધ્રપ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાનું જણાવેલ છે.(૩૭.૬)

(11:38 am IST)