Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જીયો માસિક ૫૦૦ થી ૭૦૦માં આપશે બ્રોડબ્રેંડ સર્વીસ

કલકત્તા તા.૯ :  રીલાયન્સ જીઓ ફાઇબર પોતાની હોમ બ્રોડબ્રેંડ સર્વિસને તબક્કાવાર શરૂ કરી રહી છે. સુત્રઓ જણાવ્યુ કે આની શરૂઆત  જ્યા ડેટાની ડીમાંડ વધારે છે તેવા ૧૫-૨૦ શહેરોમાં નવેમ્બરથી થશે. મુકેશ અંબાણીની રીલાયન્સ જીઓ તે ૫૦૦-૭૦૦ રૂપિયાના વ્યાજબી ભાવે કરશે એનાલીસ્ટોનું કહેવુ છે કે કંપની આમા ૧૦ એમબીપીએસની સ્પીડે ૧૦૦ જીબી ડેટા ઓફર કરશે. સાથે જ ઈન્ટરનેટ ટીવી અને વિડીયો કોલીંગ સર્વીસ જેવી વેલ્યુ એડેડ  સેવાઓ પણ ઓફર કરી શકે છે.

કેટલીક એનાલીસ્ટોનું કહેવુ છે કે જીયો શરૂઆતમાં  ૩-૬ મહિના સુધી તે ફ્રી સર્વિસીસ પણ આપી શકે છે. મોબાઇલ ફોન માટે તેણે આવી રણનીતીનો ઉપયોગ કર્યો હતો. આમ પણ મોબાઇલ ફોન વાપરનાર કરતા બ્રોડબ્રેંડ વાપરનારા લાંબા સમય સુધી કંપનીઓ સાથે જોડાયેલ રહે છે. એનાલીસ્ટોનુ કહેવુ છે કે જીયો સામે બ્રોડબ્રેંડ માટે નવુ અને મોંઘુ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવુ પડકારરૂપ બનશે. આના માટે તેણે રેસીડેન્ડ એસોશીએનની પણ મંજુરી લેવી પડશે. ગયા અઠવાડીયે રીલાયંસ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગીગા ફાઇબર બ્રાંડ હેઠળ જીયોની હાઇસ્પીડ હોમ બ્રોડબ્રેંડ સેવાની જાહેરાત કરી હતી.  આ સર્વીસને ૧૧૦૦ શહેરોમાં લોન્ચ કરાશે. કંપનીએ બ્રોડબ્રેંડ સેવાને ૫ કરોડ ઘરો સુધી પહોચાડવાની નેમ રાખી છે. જો કે અંબાણીએ તેને શરૂ કરવાની તારીખ અને ભાવની જાણકારી નહોતી આપી કંપનીના એક સીનીયર એકિઝકયુટીવે નામ જાહેર નહી કરવાની શરતે કહ્યુ હતુ કે જીઓ શરૂઆતમાં ડીમાંડના આધારે કેટલાક શહેરોમાં શરૂ કરશે. આ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૧૫ ઓગષ્ટ થી શરૂ થશે. આ બાબતે મોર્ગન  સ્ટેનલીએ કહ્યુ  કે જીયો બ્રોડબ્રેંડ સેવા માટે જ્યાં સૌથી વધુ રજીસ્ટ્રેશન થયા હશે તેવા વિસ્તારોને પ્રાથમિકતા આપશે. જ્યારે જે પી મોર્ગને કહ્યુ  કે જીયો હોમ બ્રોડબ્રેંડ સર્વિસ હાલના સ્ટેપ ટોપ બોકસ બ્રોડબ્રેંડ સર્વીસના મુકાબલે ઓછા ભાવે આપશે તેવી અપેક્ષા છે. હાલમાં તો ભારતી એરટેલ બેંગ્લોરમાં ૪૦ એમબીપીએસ સ્પીડથી માસીક ૫૦ જીબી ડેટા આપે છે. જનો માસીક ચાર્જ ૭૯૯ રૂપિયા છે.

(11:37 am IST)