Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

૧૦ વર્ષની બાળા ઉપર રેપઃ ૯૯ વર્ષના ચાચાની થઇ ધરપકડ

આરોપીએ ગુન્હો કબુલી લીધોઃ જેલમાં મોકલી દેવાયો ભાભો

રાજકોટ, તા.૯: તામિલનાડુના પાટી નગર ચેન્નાઇમાં એક સરકારી શાખાના  ૯૯ વર્ષના હેડચાસ્ટર (નિવૃત)ની ૧૦ વર્ષની બાળાની સાથે શારિરિક શોષણ(રેપ) કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તે પછી આરોપી ચાચાને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

પોલીસના કહેવા મુજબ આરોપી હેડચાસ્ટરને તેના ઘરેથી પકડી લેવાયા હતા. તેનું નામ પરશુરામ છે તેને ૫ ઘર છે તેમાંથી તેણે સન્નીર કુટયરા સ્થિન ઘર ૨ વર્ષ પહેલા બાબકીના માતા-પિતાને ભાડે આપ્યું હતું. શુક્રવારે બાળકીના પેટમાં દુઃખાવો થયો અને ઉલ્ટી થઇ હતી તે પછી સમગ્ર ચાડો ફુટયો. બાળકીએ કહ્યું હતું કે પરશુરામ મને બાથરૂમમાં લઇ ગયો હતો અને ગંદી હકરકત કરી હતી બાળકીએ કહ્યું હતું કે તે અને ઓરલ સેકસનું પણ કહેતો.

પોલીસના કહેવા મુજબ પરશુરામને ૭ બાળકો છે પણ તે ઘરે એકલો રહેતો હતો તેણે ગુન્હો કબુલી લીધો છે તેની વિરૂધ્ધ પોકસો એકટની કલમ પણ લગાડવામાં આવી છે.

(11:36 am IST)